મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફિલ્મ ‘ન્યૂટન’ ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે સ્વ. અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ‘બાહુબલી-2’ ને બેસ્ટ એક્શન ડાયરેક્શન અને બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ મૂવીનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એડિટિંગનો એવોર્ડ અસમ ભાષાની મૂવી ‘વેલ્જ રૉકસ્ટાર’ ને મળ્યો છે. જ્યારે ‘ઢ’ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

65માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું લિસ્ટ

બેસ્ટ એક્ટર: ઋદ્ધિ સેન (નગર કિર્તન)

બેસ્ટ એક્ટ્રેસ: શ્રીદેવી (મૉમ)

બેસ્ટ ફિલ્મ: વિલેજ રૉકસ્ટાર્સ (અસમિયા ભાષા)

દાદા સાહેબ ફાળકે એવોર્ડ: વિનોદ ખન્ના

એન્ટરનેઇનર ફિલ્મ ઑફ ધ યર: બાહુબલી (ધ કન્ક્લૂઝન)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: દિવ્યા દત્તા (ઇરાદા)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: ફહાદ ફાજિલ (તોંડીમુથલમ દૃકશ્મ)

બેસ્ટ ડાયરેક્ટર: જયરાજ

બેસ્ટ હિંદી ફિલ્મ: ન્યૂટન

બેસ્ટ તેલુગૂ ફિલ્મ: ગાજી

બેસ્ટ લદ્દાખી ફિલ્મ: વૉકિંગ વિથ ધ વિંડ

બેસ્ટ તમિલ ફિલ્મ: ટૂ લેટ

બેસ્ટ બંગાળી ફિલ્મ: મયૂરક્ષી

બેસ્ટ કન્નડ ફિલ્મ: હેબ્બત રામાક્કા

બેસ્ટ મલયાલમ ફિલ્મ: થોંડીમુથલમ દૃક્શિયમ

બેસ્ટ ઉડિયા ફિલ્મ: હેલો આર્સી

બેસ્ટ મરાઠી ફિલ્મ: કચ્ચા લિંબૂ

બેસ્ટ ગુજરાતી ફિલ્મ: ઢ

બેસ્ટ અસમ ફિલ્મ: ઇશૂ

બેસ્ટ એક્શન ડાયરેક્શન એવોર્ડ: અબ્બાસ અલી મોગુલ (બાહુબલી – ધ કન્ક્લૂઝન)

બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર: એ.આર. રહેમાન (કાત્રુ વેલિયિદાઇ)

બેસ્ટ લિરિક્સ: જે.એમ. પ્રહલાદ

બેસ્ટ કોરિયોગ્રાફર: ગણેશ આચાર્ય (ગોરી તૂ લઠ્ઠ માર... ગીત માટે)

બેસ્ટ જૂરી એવોર્ડ : નગર કિર્તન

બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ: રામ રજ્જક (નગર કિર્તન)

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: સંતોષ રમન (ટેક ઑફ)

સ્ક્રીનપ્લે રાઇટર (ઓરિજિનલ): સંજીવ પજહૂર (તોંડીમુથલમ દૃક્શયમ)

સ્ક્રીનપ્લે રાઇટર (અડાપ્ટેડ) : જયરાજ (ભયાનકમ)

બેસ્ટ ડાયલોગ : સંબિત મોહંતે (હેલો અર્સી)

બેસ્ટ સિનેમેટોગ્રાફી : ‘ભયાનકમ’

બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: શશા તિરુપતિ (‘કાત્રુ વેલિયિદાઇ’ ગીત માટે)

બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ: બનિતા દાસ (વિલેજ રૉકસ્ટાર્સ)