મેરાન્યૂઝ નેટવર્ક, પટના: બિહારની રાજધાની પટનામાં છેલ્લા બે દિવસથી થઇ રહેલ ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. ભારે વરસાદને કારણે કેટલીક હોસ્પિટલમાં પણ પાણી ભરાયા છે. પટના સ્થિત નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રવિવારે આઇસીયુમાં પાણી ઘુસી ગયુ અને આ પાણીમાં માછલીઓ તરતી હતી. બીજી તરફ આ ગંભીર મુદ્દે બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેય જવાબ આપવાથી બચી રહ્યા છે.

બિહારમાં નીતિશ કુમાર અને ભાજપના ગઠબંધનવાળી સરકાર છે અને વિકાસની વાત કરે છે ત્યારે સરકારી હોસ્પિટલની આ હાલત ખૂબ જ સંવેદનશીલ છે. એક કાર્યક્રમમાં પહોંચેલા બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયને જ્યારે આ ગંભીર મુદ્દે સવાલ પુછવામાં આવ્યો હતો તેઓ કોઈ પણ જવાબ આપ્યા વિના મીડિયા કર્મીઓ પાસેથી પસાર થઇ ગયા. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા બિહારમાં હજુ પણ વરસાદની સ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.