મેરાન્યૂઝ નેટવર્ક અરવલ્લી: અરવલ્લી જીલ્લાના ૬૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે સોમવારે આરોગ્ય કર્મચારીઓએ મોડાસા શહેરના માર્ગો પર મહારેલી યોજી હતી પુલવામાં માં થયેલ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતા બેનર અને તેમની પડતર માંગણીઓના બેનર સાથે રેલી યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત રાખી સરકાર સામે બાયો ચઢાવતા સરકાર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ વચ્ચેની મડાગાંઠ ના ઉકેલાતા આરોગ્ય સેવાઓ ખોરવાતા પ્રજાજનોની હાલત દયનિય બની છે

ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને ન્યાય મેળવવા વિવિધ પ્રકારે અને  માસ સીએલ મૂકી ધરણા કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવા છતાં ન્યાય નહિ મળતા શુક્રવાર થી અચોક્કસ મુદત ની હડતાલ ઉપર ઉતરતા અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના ૧૩૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાતા આરોગ્યલક્ષી સેવાઓ ખોરવાઈ હતી સ્વાઈનફ્લુ અને વાઈરલ બીમારીએ માથું ઉચક્યું છે ત્યારે હડતાલના પગલે આરોગ્ય લક્ષી સેવાઓ ખોરવાતા આરોગ્ય તંત્ર ઉંધા માથે પટકાયું હતું અરવલ્લી જીલ્લાના આરોગ્ય કર્મચારીઓએ સોમવારે મોટી સંખ્યામાં ચાર રસ્તા એકઠા થઈ તેમની પડતર માંગણીઓ ના બેનર પ્રદર્શિત કરી મોડાસા ચાર રસ્તા થી સાંઈ મંદિર સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો