મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ અમેરિકી કોંગ્રેસમાં પેશી દરમ્યાન માર્ક ઝુકરબ્રગને સેંકડો સવાલો કરાયા, પણ કોઈ પણ સવાલે તેમને એટલા પરેશાન ન્હોતા કર્યા જેટલો સેનેટર ડીક ડરબીનના સવાલે કર્યા. ડરબિનએ એ જાણવા માગ્યું કે ઝુકરબર્ગ ગત રાત્રીએ ક્યાં સુઈ ગયા હતા.

જે સાંભળી ઝુકરબર્ગ 8 સેકન્ડ ચુપ થઈ ગયા હતા અને ચહેરા પર ગભરાહટ જોવા મળી હતી અને હચકચાયા હતા. સવાલ હતો કે શું તમે અમને તે જણાવશો કે ગત રાત્રી તમે ક્યાં રોકાયા હતા. ઝુકરબર્ગે કહ્યું ઉમ્મ, નહીં.

ઉલ્લેખનીય છે કે ફેસબુકમાંથી ડેટા લીક થવાના મામલા સંદર્ભે ઝુકરબર્ગે તેની જવાબદારી લેતાં માફી માગી હીત અને સેનેટર ડરબિનના સવાલોને યોગ્ય કહ્યા હતા અને કહ્યું કે મને લાગે છે કે તમામ પાસે આ નિયંત્રણ હોવું જોઈએ જેની જાણકારી કોઈ રીતે વપરાઈ શકે છે. ઝુકરબર્ગ અમેરિકન કોંગ્રેસની બે સેનેટ કમિટિ સામે હાજર થયા હતા. સાથે જ તેમણે ભારતમાં આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી અંગે કહ્યું કે તે પ્રયાસ કરશે કે પુરી સાવધાની રાખવામાં આવે. ઝુકરબર્ગે કહ્યું, 2016માં થયેલી અમેરિકન ચૂંટણી બાદ અમારી સૌથી મોટી પ્રાથમિક્તા છે કે અમે દુનિયામાં યોજાનારી ચૂંટણીમાં સાવધાની રાખીએ. અમારા માટે ડેટા પ્રાયવસી અને વિદેશમાં થનારી ચૂંટણી મુખ્ય મુદ્દો છે, જેને યોગ્ય રીતે ટેકલ કરવી અમારી જવાબદારી છે. 2018 દુનિયા માટે મહત્વપૂર્ણ વર્ષ છે. ભારત, પાકિસ્તાન સહિત અનેક દેશોમાં ચૂંટણી યોજાશે. અમે આ ચૂંટણીને સુરક્ષિત બનાવવા માટે તમામ પ્રયાસ કરીશું."