મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલમાં ગોંડલના નાના સુખપુર ગામના યુવકની સારવાર ચાલી રહી હતી.  યુવકને શંકાસ્પદ કોંગો ફિવરના લક્ષણો હોવાથી તેને સિવીલ હોસ્પિટલના સ્વાઇન ફલુ વોર્ડ (આઈસોલેશન વોર્ડ)માં સારવાર આપવામાં આવી રહી હતી અને કોંગો ફિવરના રિપોર્ટ માટે લોહી અને કફના નમૂના પુના મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ થોડા દિવસોમાં આવવાનો હતો. 
પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ યુવાને દમ તોડી દેતા તંત્રમાં દોડધામ મચી છે. ગોંડલના નાના એવા સુખપુર ગામે કોંગો ફિવર રોગની શંકા ઉપજતાં તંત્રની ઉંધ ઉડી ગઇ છે અને તે મૃતક યુવાના પરિવાર સહિત તેના ગામે અન્ય કોઇને આ લક્ષણ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ઠંડીની સીઝનમાં જોવા મળતા સ્વાઇન ફલૂ અને કોંગો ફિવરના કેસ ભરઉનાળે જોવા મળતા તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે.