મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને સુપ્રીમ કોર્ટના આદેશ છતાં વિવાદ સમાપ્ત લેવાનું નામ નથી લઇ રહ્યો. હવે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે મંદિરમાં પૂજા કરવાનો અધિકાર મને પણ છે પરંતુ અપવિત્ર કરવાનો નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટના આદેશ છતાં સબરીમાલા મંદિરમાં 10ની કિશોરીઓ થઇને 50 વર્ષની મહિલાઓને પ્રવેશ મળી શક્યો નથી.

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે “મને પૂજા કરવાનો અધિકાર છે પરંતુ અપવિત્ર કરવાનો નહીં. હું હાલ કેન્દ્રીય મંત્રી છું તેથી સુપ્રિમ કોર્ટના નિર્ણય પર ટીકા ન કરી શકું. પરંતુ શું તમે માસિકના લોહીથી ખરડાયેલ સેનેટરી નેપકિન લઇને પોતાના મિત્રના ઘરે જશો? તો તમે શા માટે ભગવાનનાં ઘરે તેને લઇને જવા માગો છો?” તેમણે આ નિવેદનને પોતાનો અંગત મત હોવાનું જણાવ્યુ હતું.