મેરાન્યૂઝ નેટવર્ક. દિલ્હી:   રામ જન્મ ભૂમિ અને બાબરી ધ્વંસ બાદ ચર્ચામાં આવેલા ભાજપના દિગ્ગજ મહિલા  નેતા સાધ્વી ઉમા ભારતીએ આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯-લોકસભાની ચુંટણી નહી લડવાની જાહેરાત કરી દીધી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ બાદ ઉમા ભારતીએ ચુંટણી નહી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં આગામી દિવસોમાં વધુ મોટી ઉથલ પાથલ   થવાની સંભાવના જોવામાં આવી રહી  છે.

 કેન્દ્રીય મંત્રી  ઉમા ભારતીએ લોકસભાની ચુંટણીને હવે જયારે માત્ર મહિનાઓનો જ સમય બાકી છે  ત્યારે ચુંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.  

જયારે દેશ ભરમાં હિંદુ સંગઠનો દ્વારા રામ મંદિરના નિર્માણની ખાસ રીતે રજૂઆત અને માંગણીઓ કરવામાં આવી છે તેમજ વિશ્વ હિંદુ પરિષદ તેમજ અયોધ્યામાં ભેગા થયેલા હિંદુ ધર્મ વડાઓ દ્વારા રામ મંદિર નિર્માણ મુદ્દે કરવામાં આવેલ પ્રદર્શન બાદ તેમનો આકરો નિર્ણય ભાજપ માટે કેવો સાબિત થશે એ સમય જ બતાવશે.

ઉમા ભારતીએ જાહેરાત કરી છે કે તેઓ હવે રામ મંદિર નિર્માણ અને ગંગા નદીના સફાઈના મુદ્દે આગળ  યોગદાન આપશે અને આવનાર ચુંટણી નહી લડશે નહી.

 તેમણે મીડિયાને જાણકારી  આપતા કહ્યું છે  કે તેમને ઘુટણની તકલીફ હોવાથી તેઓ આરામ કરશે અને આવનાર ત્રણ વર્ષ સુધી કોઈ ચુંટણી લડશે નહી.

ઉમા ભારતી વર્ષ ૨૦૦૩-૦૪માં નાના સમયગાળા માટે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી હતા  અને  તેઓ રામ મંદિર નિર્માણના મુદ્દે સૌથી ચર્ચાસ્પદ ચહેરો હતા  અને બાબરી ધ્વંસ માટે CBI દ્વારા ચાર્જ પણ લગાડવામાં આવ્યા હતા.

 ઉમા ભારતીનો ભાજપના સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવતો હતો કારણ કે તેઓ   કટ્ટર હિન્દુત્વના મુદ્દે પ્રચાર કરતાં હતા.