મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો ઘણી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલાએ પોતાને તબીબ મીરા હોવાનું કહેવાયું છે અને રામદેવ સાથે તે પતંજલી આયુર્વેદની પ્રોડક્શન યૂનિટમાં કામ કરી ચુકી હોવાનો દાવો કરાયો છે. વીડિયોમાં મહિલા યોગ ગુરુ રામદેવ પર કથિત રીતે ઘણા ગંભીર આરોપો લગાવે છે. એટલું જ નહીં, આ મહિલા રામદેવ પર ગુરુ રાજીવ દીક્ષિતની હત્યાનો પણ આરોપ લગાવી રહી છે.

વીડિયોમાં મહિલા કહી રહી છે કે તે હરિદ્વારની છે અને તેનું નામ ડોક્ટર મીરા છે. સાથે જ તે કહે છે કે, હું ખુદ સંત બનવા માગત હતી, ધર્મના માર્ગ પર શંકરાચાર્યની જે પ્રતિષ્ઠીત પરંપરા રહી તેને આગળ વધારવા પોતાના દેશને વિશ્વમાં નામ આપવા માગતી હતી. પણ જે દર્દ જોયું, જે સંતના નામે પણ ભયાનક સ્થિતિ જે પશુતા જોયી તેને હું શબ્દમાં નથી વર્ણવી શકતી. અપરાધીઓએ ધર્મનો ખેસ પહેરી, સાધુનો વેશ પહેરી પુરા દેશને બરબાદ કરવામાં લાગ્યા છે.

વીડિયોમાં મહિલા કહી રહી છે કે, તેણે રામદેવના કથિત કષ્ટોની ફરિયાદ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 44 પેજનો પત્ર પણ લખ્યો છે. તેના માટે મેં ઘણા મીડિયા ચેનલોનો પણ સંપર્ક કર્યો હતો. પણ રામદેવએ તમામ મીડિયાને ખરીદીને રાખ્યા છે.

વીડિયોમાં મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે, મેં રામદેવ વિરુદ્ધ અદાલતમાં કેસ દાખલ કર્યા, જેમાંથી બે ગાયબ થઈ ગયા અને એક ચાલે છે. પોતાના વીડિયોમાં કહે છે કે, તે દેશને સ્વદેશનીના નામે લૂટવા માટે કોઈપણ હદે જઈ શકે છે, તે ખુદ વડલેન્ડના જુત્તા પહેરે છે.

હાલ આ વીડિયો, ક્યારે અને ક્યાંનો છે તેની પૃષ્ટી થઈ શકી નથી. ઘણા મીડિયાએ આ વીડિયો જોયા પછી પતંજલી આયુર્વેદમાં મેઈલના માધ્યમથી સંપર્ક કર્યો હતો પણ તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી