મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ:  ગોંડલના આશાપુરા ચોકડી પાસે રહેતા ગિરાસદાર યુવાનને પત્નીએ માથામાં દસ્તો ફટકારતા ઇજા થવા પામી હતી અને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પરિણીતાની ધરપકડ કરી કોર્ટ હવાલે કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના આશાપુરા ચોકડી પાસે અજમેરા નગર સોસાયટીમાં રહેતા અને ક્ષત્રિય યુવાન વનરાજસિંહ બટુકસિંહ વાઘેલા ને તેમના પત્ની રક્ષાબા ઉર્ફે હેતલબા એ માથામાં દસ્તો ફટકારી દેતાં ઇજા થવા પામી હતી બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 325, 326 , જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી પરણિતાની ધરપકડ કરી કોર્ટ વાલે કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગિરાસદાર દંપતીનો પુત્ર દક્ષરાજ મોબાઇલમાં ગેમ રમતો હોય જે તેની માતાને પસંદ ન આવતા ઉશ્કેરાઈ જઈ પુત્રને કુકરનું ઢાંકણું ફટકારતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો, બાદમાં પતિ ગિરાસદાર યુવાન સૂતેલા હોય તેના માથામાં દસ્તો ફટકારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટના અંગેની તપાસ પી એસ આઈ બી એલ ઝાલા દ્વારા હાથ ધરાઇ છે.