નવી દિલ્હી: ગુજરાતના ખેડૂતો ફળદ્રુપ ખેતીની જમીન પર બુલેટ ટ્રેન ચલાવવા દેવા નથી માંગતા. વલસાડ અને નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન પ્રક્રિયા ગેરકાયદે, બિનસંવેદનશીલ અને અપારદર્શક છે.

30 મેના રોજ, રતિલાલ પટેલ દક્ષિણ ગુજરાતના વલસાડ મોરારજી દેસાઈ ટાઉનહોલમાં 6 ફૂટ લાંબા પડદા પર એક પાવર પોઈન્ટ પ્રેજન્ટેશન અંગે કહ્યું હતું. જેમાં આપેલી વિગતોએ ખેડૂતોને ભ્રમમાં નાંખી દીધા હતા. જેમાં આસપાસના 100 જેટલાં ખેડૂતો હાજર હતા. તેઓ મુંબઈ અમદાવાદ વચ્ચે શરૂ થનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન યોજનાની જાણકારી આપવામાં આવી હતી.

પ્રેઝન્ટેશન અંગે રતિલાલ પટેલે કહ્યું કે, ‘બુલેટ ટ્રેન કેવી દેખાશે તેવી ખાસીયત કેવી હશે. તેના કારણે કેટલાં વૃક્ષો કપાશે.’ આ વાત વાઘલધારા ગામમાં 45 એકર જમીન ધરાવતાં ઢોદીયા આદિવાસી વિસ્તારના લોકોને આ વાત કહેવામાં આવી રહી હતી.

“પ્રેઝન્ટેશન ગુજરાતીમાં આપવામાં આવી રહ્યું હતું પણ તે એટલું ઝડપી અને ટેકનિકલ હતું કે તે અમે સમજી શક્યા નહીં.”  તેમ લોકોએ કહ્યું

આ માત્ર પટેલ અને બીજા ખેડૂતોની અપેક્ષા હતી કે પહેલી વખત રજુ થઈ રહેલી વિગતોમાં વાસ્તવિક ચિત્ર આપવામાં આવશે. જે લોકો પોતાની જમીન ખોવાના હતા તે અંગે તો કોઈ વિગતો આમાં આપવામાં આવી ન હતી. માત્ર બુલેટ ટ્રેન અંગેની વિગતો હતી. જ્યાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હતી તે તમામ જિલ્લાઓમાં આવી બેઠક થવાની હતી જેમાં જેમની જમીન અને મકાન જવાના છે તેમને તે અંગેની વિગતો આપવાની હતી. પણ એવું તો કંઈ ન થયું અને ટ્રેનની વિશેષતા વર્ણવામાં આવી હતી.

જમીનથી ઊંચો સિમેન્ટનો પુલ બનાવીને – એલિવેટેડ – રેલવે માર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નગર હવેલીમાંથી 508 કિલોમીટર પસાર થવાનો હતો. બુલેટ ટ્રેન એ ભારતીય જનતા પક્ષની સરકારની માળખાકીય દરખાસ્ત ધરાવતો આ પ્રોજેક્ટ છે. જે 866 હેક્ટર જમીન ખાઈ જવાનો છે. અને તેના કારણે 312 ગામને અસર થવાની છે. જાપાન સરકારની મદદથી રૂ.1.1 લાખ કરોડના ખર્ચે બલેટ્રેન તૈયાર થવાની છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તા કહે છે કે, આ જાહેર-ખાનગી સંયુક્ત પ્રોજેક્ટ છે. જેના પૂરા માર્ગમાં તમામ જિલ્લાઓના મળીને 5000થી 6000 લોકોને તેની અસર થવાની આશા છે. પરંતુ વલસાડ જિલ્લાના કલેક્ટર કચેરીના અહેવાલમાં જ એવું જણાવાયું છે કે, માત્ર વલસાડ જિલ્લાના જ 1,695 કુટુંબોને આ યોજનાથી અસર થવાની છે. (એટલે કે 8,000 લોકો માત્ર વલસાડમાં અસર પામશે) ગુજરાતના માર્ગ પર 80,400 વૃક્ષો કાપવા પડશે.

રાષ્ટ્ર હિતના દબાણમાં ખેડૂત, વૃક્ષો અને ઘરોને લઈ લેવામાં આવી રહ્યાં હોવાનું લોકોને જણાવવામાં આવે છે. વલસાડમાં અસરગ્રસ્ત લોકોની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર થવું પડે તેમ હતું અને જમીન ગુમાવવી પડે તેમ હતી તે લોકો આશા રાખી રહ્યાં હતા કે તેમની રોજીનું શું અને રહેણાંકનું શું થશે તેવી જવાબની આશા રાખતા હતા. પરંતુ તે અંગે કલેક્ટર તરફથી કોઈ વિગતો આપવામાં આવી ન હતી. બેઠકમાં ભાગ લેનારા ડૂંગરા નગરના સુમિત દેસાઈએ કહ્યું કે તેમની લાંબી રજૂઆત બાદ અમને પ્રશ્નો પૂછવાનો માત્ર 30 મીનીટનો જ સમય આપવામાં આવ્યો હતો. જેમાં પ્રશ્નો પૂછાયા તેમાં સારી રીતે જવાબ પણ સત્તાવાળાઓએ આપ્યા નથી.

Scroll.in  દ્વારા વલસાડ તેમજ ગુજરાતના નવસારી જીલ્લાની મુલાકાત લેવામાં આવી હતી. આ વિસ્તારશ્રેષ્ઠ જાતની કેરી અને ચીકુના બગીચામાં સારા ઉત્પાદન માટે પ્રખ્યાત છે. મુલાકાત વખતે જાણવા મળ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો અને ઘરના માલિકો તેમની જમીન માટે લડવા માટે સક્રિય છે. રાષ્ટ્રીય હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા જમીન અને મકાન સંપાદન માટે લેવાયેલા પગલાંઓ બિન પારદર્શક, સંવેદનશીલ અને ઘણીવાર ગેરકાયદેસર છે, તેમ વિરોધ વ્યક્ત કરી રહેલાં ખેડૂતો કહી રહ્યા છે.

બલેટ ટ્રેન અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે, મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રવાસનો સમય 7 કલાક છે તેમાં 2 કલાકનો ઘટાડો થશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને દરરોજ માર્ગ પર અનેક ટ્રેનોને દોડાવવાની જાહેરાત કરી છે. જે દર 20 મીનીટે એક ટ્રેન મળે એવી યોજના છે. આ રેલ માર્ગ પર કાપડ અને હીરાના વેપારી, ઉદ્યોહપતિઓ અને અન્ય કામ કરતા વ્યાવસાયિકોને લાભ કરવા માટે છે, કે જે બે શહેરો વચ્ચે વારંવાર મુસાફરી કરે છે. એલિવેટેડ રેલવે લાઇન્સનું નિર્માણ કરવા માટે, કોર્પોરેશન 508 કિલોમીટરના રૂટની સાથે 17.5 મીટરની પહોળાઇ સાથે જમીન હસ્તગત કરવાની યોજના ધરાવે છે. આ રેલ માર્ગ પર 12 રેલ્વે સ્ટેશનો બનાવવા માટે વધુ જમીન હસ્તગત કરવામાં આવશે.

જમીન સંપાદન, પુનઃવસન અને સ્થાપન કાયદો 2013 હેઠખ કેન્દ્ર સરકારે યોગ્ય વળતર અને પારદર્શક રીતે જમીન સંપાદન કરવાની હોય છે. રાજ્ય સરકાર કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે જમીન મેળવે તે પહેલાં પ્રોજેક્ટની સામાજિક અસર અંગે અભ્યાસ અને મૂલ્યાંકન કરવું પડે છે. જે અસરગ્રસ્ત હોય તેના ઓછામાં ઓછા 70%ની સંમતિ જે તે પ્રોજેક્ટ માટે મેળવવાની જરૂર છે. ગુજરાત સરકારે આ કાયદામાં 2016માં કરેલા સુધારામાં, સામાજિક માળખાકીય સુવિધાઓ અને ઔદ્યોગિક કોરિડોરથી સંબંધિત, ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટો માટે સંમતિ અને ફરજિયાત સામાજિક અસરની આકારણી પરની કલમો દૂર કરી છે. આમ લોકોના અધિકાર હતા તે ગુજરાત સરકારે છીનવી લીધા છે. જેનો પહેલો મોટો અમલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઝૂલમી રીતે થઈ રહ્યો છે.

એટલા માટે, એપ્રિલમાં કોર્પોરેશન દ્વારા જમીન સંપાદન પ્રક્રિયામાં આગળ પગલાં ભરવા માટે પહેલું પગલં ભર્યું હતું. તમામ જિલ્લાઓમાં યોજનાની અસર અંગે નોટિસ આપવામાં આવી હતી. નિયમ પ્રમાણે અખબારોમાં તેની જાહેરખબર પ્રકાશિત થઈ હતી. જમીનની સરવે નંબરની વિગતો આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ, સત્તાવાર નોટિસ, બે સ્થાનિક અખબારો અને પંચાયતો અથવા મ્યુનિસિપાલિટીની કચેરીઓમાં પ્રકાશિત થઈ જાય તે પછી, જમીન-માલિકોને તેમના પ્લોટ્સના સંપાદન માટે કોઈ વાંધો ફાઇલ કરવા માટે ઓછામાં ઓછા 60 દિવસ આપવામાં આવે છે. જોકે, વલસાડના પ્લોટ-માલિકો એવો દાવો કરે છે કે વાંધો ફાઇલ કરવા માટે તેમને ફક્ત 20 દિવસ કે તેથી ઓછો સમય આપવામાં આવ્યો છે.

વાપી તાલુકામાં નોટિસ ઇશ્યુ કરવાની સત્તાવાર તારીખ અને 8 ઑગસ્ટ હતી. જેનો આખરી વાંધો રજૂ કરાવાની તારીખ 8 મે આપવામાં આવી હતી. “પરંતુ 2 જુલાઇના રોજ નોટિસ અમારા તાલુકાના તલાટી (મહેસૂલ અધિકારી) સુધી પહોંચી અને તે સમયે તલાટીએ અમને કેટલાક ઝેરોક્ષ નકલો આપી, તે 13 જૂન હતી,”તેમ ડુંગરાના કાર્યકર જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું. એક સમયની પંચાયત કે જે હવે દક્ષિણ વલસાડમાં વાપી શહેર બની ગયું છે અને તે મ્યુનિસિપલીટી જાહેર થઈ છે. તેના એક ડૂંગરા નામના પરેના રહેવાસીઓ એવો દાવો કરે છે કે ઓછામાં ઓછા500 પરિવારો આ શહેરમાં તેમના ઘરો ગુમાવશે.  જો કોર્પોરેશન ડુંગરાના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં બુલેટ ટ્રેનનું વાપી સ્ટેશનનું નિર્માણ કરવા આગ્રહ કરે છે.

ઉત્તર વલસાડના ગમોમાં નોટિય પત્રમાં વિસંગતતાઓ જોવા મળે છે. આ પત્ર એપ્રિલ 19નો છે પરંતુ વાંધા રજૂ કરવાનો સમય 9 જૂન આપવામાં આવ્યો છે. જે પૂરા 60 દિવસ થતો નથી. ઈન્દેરાગોટા ગામના ખેડૂત પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, તે 10 એકર જમીન ગુમાવે છે, “દરેક વ્યક્તિને જાણવાનો અધિકાર હોવા છતાં અમને એ પણ જાણાવવાઆવતું નથી કે પંચાયત કચેરીમાં કોઈ નોટિસ મૂકવામાં આવી છે કે નહીં.9 જુનની અંતિમ તારીખના 10  કે20 દિવસ પહેલાં કેટલાક લોકોએ તલાટીની નકલો મેળવી હતી, કેટલાકને છેલ્લી તારીખથી માત્ર બે દિવસ પહેલાં નકલો મળી હતી. આ બધુ શું હતું, તો પછી? અમે કોઈ પણ સમયે વાંધાઓ કેવી રીતે દાખલ કરી શકીએ?”

વલસાડના જમીન-માલિકોના નોટિસની સામગ્રીના વિરોધાભાસ અંગે જણાવ્યું હતું કે, ગ્રામવાસીઓને મોકલવામાં આવેલી સૂચનાઓ જમીન ખરીદવાની ઇરાદો વ્યક્ત કરવા વિશે ન હતા. તેમણે 60-દિવસનો સમય આપાવામાં આવ્યો નથી. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના લોક સંપર્ક અધિકારી, ધનંજય કુમારે જણાવ્યું હતું કે, “નોટિસોએ માત્ર એટલું જ કહ્યું હતું કે અમે તેમની જમીનોના સર્વેક્ષણ કરવા માંગીએ છીએ, કારણ કે અત્યાર સુધીમાં અમે ઉપગ્રહ દ્વારા માત્ર સર્વેક્ષણો જ કર્યા છે.”

એવા પ્રશ્નો કે જેનો જવાબ નથી

આ જ સમયે રાજ્ય સરકારે બુલેટ ટ્રેન કોરિડોર માટે જમીન સંપાદનની નોટિસો આપાવનુંશરૂ કર્યું હતું, કોર્પોરેશન દરેક જિલ્લાઓમાં અસરગ્રસ્તો સાથેની જાહેર બેઠકની તારીખોની જાહેરાત કરવાનું શરૂ કર્યું હતું. નડિયાદ, વલસાડ અને નવસારી જેવા કેટલાક જિલ્લાઓમાં, આને બીજીબેઠક તરીકે જાહેર કરી હતી. પરંતુ વલસાડ અને નવસારીનાખેડૂતો દાવો કરે છે કે તેમને આવી પહેલી જ બેઠક કરી હતી બીજી કોઈ બેઠક કરી નથી.

“30મી મેની મીટિંગ પહેલાં, બુલેટ ટ્રેન સત્તાવાળાઓએ વલસાડમાં જાહેર જનતા સાથે કોઈ બીજી બેઠકનું આયોજન કર્યું ન હતું,”રાજ્યવ્યાપી ખેડૂતોનું સંગઠન ગુજરાત ખેડુત સમાજના વલસાડ પ્રતિનિધિ ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે,“અમને કોઈ નહીં શા અગાઉની બેઠકની જાણ ન કરી અને શા માટે તે બીજી જાહેર સભાને બોલાવે છે.”

વલસાડ જિલ્લા કલેક્ટરની ઓફિસમાં અધિકારીઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્થિતિ અંગે કોર્પોરેશનની આંતરિક અહેવાલ બતાવ્યો હતો. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટ સત્તાવાળાઓએ પહેલેથી જ આયોજન કર્યું નથી, પરંતુ વલસાડના તાલુકાઓ, ગ્રામપંચ અને અન્ય અધિકારીઓ સાથે અનેક સહભાગી બેઠક અને ‘ગ્રામીણ સ્તરની ગ્રુપ ચર્ચાઓ’ કરાવાનો સમાવેશ થાય છે. તેમાં તે મીટિંગ્સના ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે નવેમ્બર અને ડિસેમ્બરના જુદી જુદી તારીખે બેઠક રાખી હતી.

બુલેટ ટ્રેન વિશે અગાઉની એક બેઠક યાદ હોય એવી એક વ્યક્તિ રામચંદ્ર છે જેડુંગરાના તલાટી છે. તેમના જણાવ્યા અનુસાર, નવેમ્બરમાં વાપી બ્લોક કચેરીમાં, કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને બ્લોકમાંથી પાંચ કે છ અન્ય લોકો સાથે તાલુકાએ બેઠક યોજી હતી. ચંદ્રએ જણાવ્યું હતું કે, “પરંતુ આ એક જાહેર સભા ન હતી.”“અમને તે સભામાં કોઈ પ્રશ્ન પૂછવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ખેડૂતોએ ભૂમિ સંપાદન દરમિયાન પૂછપરછ કરી શકે તેવા તમામ પ્રશ્નોની યાદી અમને આપી હતી, પરંતુ તે પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા ન હતા.”

પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા લાંબી બેઠક બાદ,30 મી મેના રોજ યોજાયેલી જાહેર સભામાં, ખેડૂતોએ એવા પ્રશ્નો પૂછ્યા હતા જેની કોર્પોરેશનએ ધારણા કરી હતી. કોઈ ચોક્કસ સર્વેક્ષણ નંબરની અંદર જ જમીનનો ચોક્કસ ભાગ હસ્તગત કરવામાં આવશે? ખેડૂતોને વૈકલ્પિક કૃષિ જમીન આપવામાં આવશે? જો તેઓ પોતાના ઘરો ગુમાવશે તો શું પરિવારોને અન્ય ઘરોમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે? શું તેઓ આજીવિકાના વૈકલ્પિક સ્ત્રોતો આપવામાં આવશે?

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત ખેડુત સમાજના વતી રિટ અરજી દાખલ કરનારા વકીલોમાંના એક સુશીલ દેસાઈએ કહ્યું હતું કે, “આમાંના કોઈ પણ પ્રશ્નનો જવાબ તેઓ આપી શકે તેમ ન હતા. તેમણે જવાબ જ આપ્યો ન હતો.”

વલસાડ કલેક્ટર ખાતે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અંદરના અહેવાલના એક પાના પર લખ્યું છે કે,  ‘તેઓ (અસરગ્રસ્તો) નાણાં આપવાની વાત અમે કરી તો તે ફગાવી દીધી હતી.’

દેસાઈની જેમ, વલસાડના ખેડૂતો અસ્વસ્થ હતા, કારણ કે તેમના પ્રશ્નોના જવાબો આપતાં લોકો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના અધિકારીઓ ન હતા, પરંતુ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના ખાનગી કન્સલ્ટન્સી કંપનીના સામાન્ય પ્રતિનિધિઓ હતા. જેમને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે ભાડે લીધા હતા.

તેઓ જે વિશે વાત કરવા માગતા હતા તે બધા નાણાકીય વળતર અંગે હતા. પરંતુ જ્યારે મેં પૂછ્યું કે શું વળતર બજારના દર અથવા જંત્રીના દરો મુજબ હશે, તેમણે જણાવ્યું હતું કે હજી સુધી ચર્ચા કરવામાં આવી નથી, દેસાઈએ કહ્યું. જંત્રી દર એ સરકાર કે સરકારી એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલી મિલકતનો લઘુત્તમ ભાવ છે. ખૂલ્લા બજારનો ભાવ, બજારમાં પુરવઠા અને માંગણી કરનારા દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે, અને તે જંત્રી દરો કરતાં વધારે હોય છે.

ખેડૂતોએ એવા સમાચાર સાંભળ્યા હતા કે રાજ્ય સરકાર તેમની જમીનો માટે જંત્રીના દર કરતાં લગભગ પાંચ ગણો ભાવ આપી રહી છે. એપ્રિલમાં, સરકારે ખેડૂતોને વળતર પર 25% વધારાનું પ્રોત્સાહન પણ આપ્યું હતું, જે તેમના પ્લોટ્સના સંપાદનની તેમની સંમતિ આપતા નથી પણ લેખિતમાં વચન આપ્યું છે કે તેઓ કોર્ટમાં સંમતિને પડકારશે નહીં.

“પરંતુ તેઓ અમારી અન્ય કોઇ ચિંતાને જાણ્યા વગર અમારા પર નાણાંના વચનને ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા છે”, નવશેરીના મેકેકપુર ગામમાં ત્રણ એકર જમીન પર બગીચા ધરાવતા દેવદાસે જણાવ્યું હતું. વાસ્તવમાં 2011થી જંત્રીનો દર સુધારવામાં આવ્યો નથી. તે એટલો નીચો છે કે આ ભાગોમાં જમીનના દર કરતાં પણ જંત્રી દર પાંચ ગણો ઓછો છે. તો અમે શા માટે બુલેટ ટ્રેન માટે સારી જમીન આપીને તેની સાથે ભાગ લેવો જોઈએ, જેમાંઅમારા માના મોટાભાગના લોકો ક્યારેય બેસીને મુસાફરી કરી શકવાના નથી?”

સત્તાવાર વાત

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને હજી સુધી ભોગબનનારા સાથે બેઠકો જાહેર કરી નથી, પરંતુ તેના જાહેર સંપર્ક અધિકારી ધનંજય કુમારે ભાર મૂક્યો હતો કે,“પ્રોજેક્ટ-અસરગ્રસ્ત લોકોને તેમની જમીન, ઝાડ અને ફળો તથા અન્ય દરેક વસ્તુ માટે નાણાકીય વળતર આપવામાં આવશે. તેમને વૈકલ્પિક જમીન આપવામાં આવશે નહીં. પરંતુ તેમને તેમની આજીવિકા માટે થોડા સમય માટે રૂ .3,600 મળશે.”

વલસાડજિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટરમાટે કંઈ કહેવા માટે હાજર ન હતા, ઉપલબ્ધ ન હતા. એક જુનિયર અધિકારીએ દાવો કર્યો હતો કે, “બુલેટ ટ્રેન કોરિડોર "બહુ ઓછી જમીન" લેશે, એક સ્ટ્રીપ માત્ર 17.5 મીટર પહોળાઈ હશે. "ખેડૂતોને નાણાકીય વળતર મળશે જેથી તેઓ વૈકલ્પિક ખેતર ધરાવતા હોય, તો તેઓ તેમનાં વૃક્ષોને ફરી ઉગાડી શકે છે,”એવું અધિકારીએ કહ્યું.

ખેડૂત પાસે વૈકલ્પિક જમીન ન હોય તો શું?  “વેલ ... સરકારે હજુ સુધી તે વિશે કશું કહ્યું નથી,”અધિકારીએ એક સહાનુભૂતિપૂર્વકના સ્મિત સાથે કહ્યું.

પ્રોજેક્ટ-અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરે છે. તેઓ સરકારના વળતર સાથે સહમત નથી. પણ તેની સામે, કોર્પોરેશનના આંતરિક અહેવાલમાં ગામડાંના પ્રતિનિધિઓ સાથે એજન્સીએ જે મંત્રણા કરી હતી તે એક મોહક ચિત્ર સાથે અહેવાલમાં બતાવવામાં આવે છે. આ અહેવાલમાં નિવેદનો એવા છે કે,“મોટેભાગે લોકો વળતર પેકેજ વિશે જાણવા આતુર છે. મોટે ભાગે તમામ ગ્રામવાસીઓ આ બુલેટટ્રેન પ્રોજેક્ટનું સ્વાગત કરી રહ્યાં છે, અને તેઓ સર્વેક્ષણ કામ વખતે સહકાર આપવા માટે સહમત થયા છે.”

વલસાડના જમીન-માલિકો માટે, જેમણે અગાઉની આ પરામર્શ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું અને કોર્પોરેશનની આંતરિક રિપોર્ટની પાસે કોઈ ઍક્સેસ નથી, આ નિવેદનો ઈજાના અપમાનનો ઉમેરો કરે છે. તેઓ કહે છે કે તેઓ પહેલેથી જ બહુમતી સરકારી અધિકારીઓના ભાગ રૂપે અસંવેદનશીલતા અનુભવે છે જેઓ પ્રારંભિક જમીન સર્વેક્ષણો અને નિશાનીઓ માટે તેમના ગામોમાં આવ્યા હતા.

ઈન્દ્રેરગોટ્ટા ગામનાપ્રવીણ પટેલ દાવો કરે છે કે, જાન્યુઆરીના કેટલાક સમયથી, કોર્પોરેશનના પ્રતિનિધિઓ તેમના ખેતરમાં પ્રવેશ્યા હતા. જ્યારે તેઓ બુલેટ ટ્રેન કોરિડોરનો માર્ગ સૂચવવા માટે એકબીજાથી અંતરે ત્રણ ટૂંકા ખુંટા બાંધ્યા હતા. રસ્તાના બાહ્ય ધારને દર્શાવવા માટેના બે સફેદ ખુંટો હતા, અને કેન્દ્રમાં એક લાલ ખુંટ જે માર્ગની મધ્ય પથરેખા દર્શાવે છે.

પટેલે જણાવ્યું હતું કે, “તેઓ ક્યારેય મારા ખેતરમાં ખુંટ મૂકવા માટે, મારા ખેતરમાં પ્રવેશવા માટે મારી પરવાનગી માટે પૂછતા નહોતા.તેમ છતાં તેઓ કાયદાને માન આપતાં હતા.”પટેલે જણાવ્યું હતું. “થોડા અઠવાડિયા પછી, કેટલાક અન્ય અધિકારીઓ મારી જમીન પર સર્વેક્ષણ કરવા આવ્યા હતા.અને જ્યારે મેં તેમને પૂછ્યું કે ખુંટ શું છે.ત્યારે તેઓ માત્ર અચાનક જ કહે છે કે મારે હવેબે ખૂંટ વચ્ચેની જમીન ભૂલી જવી જોઈએ. કારણ કે ખૂંટ એક અધિકાર છે.” પટેલના ઘરની નજીક રહેતાંખેડૂતને ખાતરી નથી કે તેમનું કુટુંબ બુલેટ ટ્રેનમાં આવતાં ઘર ગુમાવશે કે કેમ.

વાઘલધારા ગામમાં, રતિલાલ પટેલ પાસે 45-એકર જમીન છે. તેના ખેતરના મધ્યભાગમાં સફેદ અને લાલ ખૂંટ નાંખી દેવાયા છે. “તેઓ અમને પૂછ્યા વિના, મધ્ય રાત્રીએ ખૂંટ મૂકી ગયા હતા,”તેમણે જણાવ્યું હતું.

આ ગેરવાજબી ચૂપચાપ રીતે થતી હરકતો ખેડૂતોમાં ઉશ્કેરણી ઊભી કરે છે, જે મોરે ત્યારે આવી જ્યારે કોર્પોરેશને 30મેએ અસરગ્રસ્તોની બેઠકની જાહેરાત એક સ્થાનિક અખબારમાં નાના પાયે પ્રકાશિત કરી હતી. “જાહેરાતના તળિયેલખ્યું હતું કે,“અનધિકૃત વ્યક્તિઓ”એ બેઠકમાં આવવા મંજૂરી આપવામાં આવશે નહીં. ખેડૂત નેતા ભગવભાઈ પટેલ કહે છે. આ બેઠકમાં કોઈપણ સ્વતંત્ર સામાજિક અથવા પર્યાવરણીય કાર્યકર્તાને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમણે કહ્યું કે, અમારા ખેતરમાં મંજૂરી વગર અનધિકૃત લોકો ઘુસી જાય છે , તે પણ રાતના સમયે તે કોણ છે.

નવસારીમાં, “અનધિકૃત વ્યક્તિઓ” લખાણ વિરુદ્ધ ખેડૂતોને 29 મેના રોજ યોજાએલીબેઠકનો તમામે બહિષ્કાર કર્યો હતો. “અમારા તરફથી આ કલમનો આટલો તીવ્ર વિરોધ હતો કે, તેમને બેઠક રદ કરવી પડતી હતી”,તેમજયેશ નાયકે જણાવ્યું હતું.

કોર્પોરેશન તરફથી બોલતા, ધનંજય કુમારે જણાવ્યું હતું કે “કોઈ અનધિકૃત વ્યક્તિઓ” કલમ પાછળથી ઉમેરવામાં આવી નહોતી કારણ કે,“રાજકીય પ્રેરિત” લોકોએ પ્રથમ કેટલીક જાહેર સભાઓમાં “રકાસ” કર્યો હતો. “અમારા પ્રારંભિક સર્વેક્ષણ મુજબ, મુંબઇથી અમદાવાદના સંપૂર્ણ બુલેટ ટ્રેન કોરિડોરમાં 5,000 થી 6,000 પ્રોજેક્ટ-અસરગ્રસ્ત વ્યક્તિઓ હશે. પરંતુ જ્યારે અમે હિસ્સેદાર મસલત માટે બોલાવ્યા, એક દિવસમાં 1,000 થી વધુ લોકો માત્ર એક જ જિલ્લામાં હાજર રહ્યા હતા, “કુમારે જણાવ્યું હતું કે, હાજર રહેલાં લોકોમાંથી મોટોભાગના પ્રોજેક્ટ-અસરગ્રસ્ત વ્યક્તિઓ ન હતા. તેઓ રાજકીય-પ્રેરિત લોકો હતા, જેમ કે બિનસરકારી સંસ્થાઓ, જે માત્ર તોફાનો કરવા બનાવવા માટે આવ્યા હતા. તેઓ અમને પ્રોજેક્ટ-અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરવા દેવા માંગતા ન હતી. વાત કરવા ન દીધી. તેથી ચર્ચા કર્યા પછી, અમે લોકોને અલગ કરવાનું નક્કી કર્યું.”

જમીન સંપાદન શરૂ કરવાની રાજ્ય સરકારની શંકાસ્પદ પદ્ધતિઓના જવાબમાં, વલસાડ અને નવસારીના જમીન-માલિકો હવે તેમની જમીનો આપવા તૈયાર નથી. તે માટે વિરોધ કરે છે.

15 જૂનથી, વલસાડના ખેડૂતોએ વઘાલ્ધારામાં ઓછામાં ઓછા બે મોટા વિરોધ કર્યા હતા, જમીન માપવા માટે સરવે હાથ ધરવા માટે રાષ્ટ્રીય હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનની ટીમો આવી હતી તેમને ગામ છોડી દેવાની ફરજ પડી હતી. રાજ્ય કક્ષાએ ગુજરાત ખેડુત સમાજએ અમદાવાદથી ડુંગરા સુધીના 22 જૂન, 192 ગામોમાં ચાર દિવસની ખેડૂત રેલીનું આયોજન કર્યું હતું.

ભુલાભાઇ પટેલે કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટનું સમગ્ર ઉદ્દેશ માત્ર એટલો જ છે કે (વડાપ્રધાન નરેન્દ્ર) મોદી દુનિયાને બતાવી શકે કે અમારી પાસે બુલેટ ટ્રેન પણ છે.સામાન્ય લોકો જે તેમની જમીન ગુમાવે છે તેઓને આ બુલેટ ટ્રેનની કોઈ જરૂર નથી.”

(બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામેના વિરોધના બે ભાગની શ્રેણીમાં આ પ્રથમ ભાગ છે. આ આર્ટિકલ scroll.in માંથી સાભાર લેવામાં આવ્યો છે અને આ આર્ટિકલ આરેફા જોહરી દ્વારા લખવામાં આવ્યો છે. આ આર્ટિકલમાં રજૂ થયેલ મત લેખકના અંગત મંતવ્ય છે.)