મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ ભાગેડૂ દારૂનો બિઝનેસમેન વિજય માલ્યા એક પછી એક ખુલાસા કરી રહ્યો છે. મંગળવારે તેણે પાંચ પાનાની પ્રેસ રિલીઝ જાહેર કરવાનો દાવો કર્યો કારણ કે તેણે બેન્ક દેવાને લઈને 15 એપ્રિલ 2016એ પ્રધાનમંત્રી અને નાણા મંત્રીને ચિઠ્ઠી લખી હતી જેનો કોઈ જવાબ મળ્યો ન હતો. હવે તેણે ચોખવટ કરી છે, જોકે તેણે અત્યારે કેમ ચોખવટ કરી તે તો માલ્યા જ કહી શકે.

પોતાની ચોખવટમાં માલ્યાએ કહ્યું કે, તેની ઈચ્છા બેન્કોના દેવા ચુકવવાની છે, તેથી દારૂ કંપની યુનાઈટેડ બ્રુઅરીજ હોલ્ડિંગ્સ લી. (યપબૂએચએલ) અને પોતાને કર્ણાટક હાઈકોર્ટાં આવેદન આપી તેનો રસ્તો તૈયાર કરવાની અપીલ કરી છે.

માલ્યાએ મંગળવારે મોડી રાત્રે ત્રણ ટ્વીટ્સ કર્યા અને કહ્યું, કેટલાક લોકો સતત પુછે છે કે મેં કેમ અત્યારે નિવેદન આપ્યું છે. મેં આ નિવેદન એટલે આપ્યું છે કારણ કે યબીએચએલ અને મેં કર્ણાટક હાઈકોર્ટમાં 22જુન 20218એ અરજી આપી હતી જેમાં અમારી જોડે ઉપલબ્ઝ અંદાજીત 13000 કરોડ રૂપિયાની સંપત્તિ છે

માલ્યાનું કેહવું છે કે તે બેન્કોનું દેવું ચુકવવા તૈયાર છે. તેથી તે આ સંપત્તિઓને વેચવા માટે પરવાનગી માગે છે. તેણે લખ્યું હું અદાલત તરફથી ન્યાયિક દેખરેખમાં તમામ સંપત્તિઓ વેચવા અને સરકારી બેન્કો સહિત તમામ દેવાદારોની લોનનની રકમ પાછી આપવાની પરવાનગી માગું છું.

માલ્યાને શંકા છે કે તપાસ કરનાર એજન્સીઓ ઈડી અને સીબીઆઈ આ મામલામાં નાક ઘૂસાડશે. તેનું કહેવું છે કે જો એજન્સીઓએ આમ કર્યું તો તેમનો અસલી ચહરો સ્પષ્ટ થઈ જશે. માલ્યાએ લખ્યું કે, જો ઈડી કે સીબીઆઈ જેવી ક્રિમિનલ કેસ તપાસ એજન્સીઓ સંપત્તિ વેચવા પર વાંધો ઉઠાવશે તો સ્પષ્ટ થઈ જશે કે બાકી વસુલીના પાછળ મારા એટલે કે ‘પોસ્ટર બોય’ વિરુદ્ધ તેમનો એજન્ડા છે. હું બેન્કોનું દેવું ચુકવવા માટે ખરા હૃદયથી પ્રયાસ કરતો રહ્યો છું. જો રાજનીતિથી પ્રેરિત તથ્યોની દખલ થશે તો હું કાંઈ નહીં કરી શકતો.