મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: 2002થી ગુજરાતમાં શરૂ થયેલા બનાવટી એન્કાઉન્ટરનો સીલસીલો 2006 સુધી ચાલ્યો હતો. ગુંડાઓ મવાલીઓને પકડી અને જેને કોઈ પણ સામાન્ય ગુનાઓ સાથે પણ સંબંધ ના હોય તેવા નિર્દોષ લોકોને મારી દેશપ્રેમી તરીકેની છાપ ઉભી કરનાર ગુજરાતના પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારાએ ઈશરત  એન્કાઉન્ટર કેસમાં કરેલી ડીસચાર્જ અરજીમાં ઈરાદાપુર્વક નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો છે. જો કે એક પણ એન્કાઉઉન્ટર કેસમાંય ક્યારે ગુજરાત પોલીસ અને સીબીઆઈ દ્વારા નરેન્દ્ર મોદીને સમનન્સ પણ મોકલવામાં આવ્યુ નથી અને કોઈ એજન્સીએ પૂછપરછ પણ કરી નથી.

ઈશરત એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પુર્વ ડીજીપી પી પી પાંડેયની ડીસચાર્જ અરજી મંજુર થયા બાદ ડી. જી. વણઝારાએ પણ અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં ડીસચાર્જ કરી છે, તેમાં તેમણે એક ફકરામાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે ઈશરતની તપાસ  કેસ એક રાજકિય ઘટના હતી. આ કેસમાં સીબીઆઈ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જો કે નરેન્દ્ર મોદીનું નિવેદન સીબીઆઈ દ્વારા ચાર્જશીટમાં મુકવામાં આવ્યુ નથી.

ઈશરત કેસમાં જે પોલીસ અધિકારીઓ સાક્ષી થઈ ગયા છે તેમના નિવેદન પ્રમાણે તેઓ જ્યારે ઈશરતને મારવી જોઈએ નહીં તેવુ રજુઆત કરવા વણઝારા પાસે ગયા ત્યારે વણઝારાએ મારે કાળી (અમિત શાહ) અને સફેદ દાઢી (નરેન્દ્ર મોદી) સાથે વાત થઈ છે તેવુ જણાવ્યુ હતું. જો કે સીબીઆઈ સામે આપેલા આ નિવેદન પછી સીબીઆઈને વણઝારા સાચુ બોલે છે અને એન્કાઉન્ટર અંગે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જાણતા હતા તેવા કોઈ પુરાવા ત્યારે મળ્યા ન્હોતા. રાજ્યના પોલીસ અધિકારીઓ સીધા અમિત શાહના તાબામાં કામ કરતા હતા.

જો સીઆઈઆઈ કોઈની પૂછપરછ કરવા માગતી હોત તો સૌથી પહેલા અમિત શાહની પૂછપરછ કરી હોત કારણ અમિત શાહ ત્યારે ગૃહરાજ્ય મંત્રી હતા. સામાન્ય તર્ક પ્રમાણે સીબીઆઈ ગૃહમંત્રીની પૂછપરછ કર્યા વગર સીધી મુખ્યમંત્રીની પૂછપરછ કરે તે વાત સાચી નથી. સીબીઆઈ દ્વારા જેટલી પણ એન્કાઉટરની તપાસ કરવામાં આવી તે વાત જાહેર થયેલી છે પણ સીબીઆઈ દ્વારા પણ ક્યારેય નરેન્દ્ર મોદીનું નિવેદન લીધુ હોવાની જાહેરાત કરી નથી. પરંતુ ડી જી વણઝારા માની રહ્યા છે કે જો તે પોતાની ડીસચાર્જ અરજીમાં નરેન્દ્ર મોદીનું નામ સામેલ કરશે તો તેમની ઈશરત કેસમાંથી છુટકારો મળશે. પરંતુ અમદાવાદ સીબીઆઈ કોર્ટ દ્વારા આ પુરાવો માનવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો.

સીબીઆઈ કોર્ટ દ્વારા ડી. જી. વણઝારાએ પોતાની ડીસચાર્જ અરજીમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરવા સહિત તેમને ડીસચાર્જ કેમ કરવા જોઈએ તેના કારણો આપ્યા છે તે અંગે સીબીઆઈને પોતાનો પક્ષ રજુ કરવા કોર્ટે જણાવ્યુ છે.