મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: સામાન્ય રીતે અશ્લીલ વીડિયો જાહેર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. પરંતુ બેંગાલુરુ ગ્રામ્યના પોલીસ સુપ્રીટેન્ડન્ટ ભીમશંકર ગુલેડએ એક પરણિત મહિલા સાથેની અંગતપળોનો વીડિયો વાયરલ કર્યો હતો. જેના કારણે કર્ણાટક પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. આ મામલે વીડિયોમાં આઈપીએસ અધિકારી સાથે નજરે પડતી પરણિતાના પતિ અને સોફ્ટવેર એન્જીનિયર જે પોતે એક સ્ટુડિયો ચલાવે છે તેણે પોલીસ ફરિયાદ કરતા એસપી ભીમશંકરને તાત્કાલીક એસપી પદ ઉપરથી હટાવી કર્ણાટકના ડીજીપીને તપાસ સોંપવામાં આવી છે.

બેગાલુરુના ગ્રામ્યના પોલીસ સુપ્રીટેન્ડન્ટ ભીમશંકર એસ. ગુલેડને એક પરણિત મહિલા સાથે સંબંધ હતો. ભીમશંકર પરણિત મહિલાના પતિને તેમના સંબંધોની જાણ કરવા માગતા હતા, જેના કારણે મહિલા સાથે અંગતપળો માણતા હોય તેવા કેટલાંક વીડિયો તેમણે બનાવ્યા હતા જેમાં એક વીડિયોમાં તેઓ પોલીસ યુનિફોર્મમાં પણ જોવા મળે છે. આ વીડિયો દ્વારા જ મહિલાના પતિને મોકલ્યા હોવાનું કહેવામાં આવે છે.

આ વીડિયો  બાદ મહિલાના પતિએ આઈપીએસ અધિકારી ભીમશંકર ગુલેડને પોતાના પતિ સાથે અનૈતિનક સંબંધ હોવાનું તેમજ તેમણે આ વીડિયો જાહેર કર્યાની પોલીસ ફરિયાદ કરતા ગૃહ વિભાગનો હવાલો સંભાળતા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરને તરત એસપી ભીમશંકરને તેમના પદ ઉપરથી હટાવી દેવાનો આદેશ આપ્યો હતો. જો કે તેમને હાલમાં કોઈ પદ પર મુકવામાં આવ્યા નથી. આ મામલે પોતાની ઉપર ખોટા આરોપ મુકવામાં આવી રહ્યા હોવાનો એસપી ભીમશંકરનો બચાવ છે. જો કે તેમને વીડિયો મીડિયા સુધી પણ પહોંચી ગયા છે. હવે આ મામલે કર્ણાટકના ડીજીપીને તપાસ સોંપવામાં આવી છે.