નવી દિલ્હી: ઉદ્યોગપતિ અજય પીરામલે વર્ષ 2014માં પીયુષ ગોયલની કંપની ફ્લેશનેટ સોલ્યુશન્સને કેમ ખરીદી હતી? પીયુષ ગોયલ હાલ કેન્દ્રની મોદી સરકારમાં રેલવે અને કોલસા મંત્રી છે. પીરામલ ગૃપે બ્લૂમબર્ગ ક્વિંટને જણાવ્યું કે તેમણે પિયુષ ગોયલની કંપની ખરીદી હતી. આ ડીલ માત્ર રિયલ એસ્ટેટ એસેટ્સ ખરીદવા માટે જ નહીં પરંતુ બીજી કંપનીઓમાં તેના રોકાણ માટે કરવામાં આવી હતી. તો પછી પીરામલે આ સોદોના કેટલાક મહિના બાદ કંપનીને વેચી કેમ દીધી? આ પ્રશ્નનો જવાબ એટલો સરળ નથી. આ ડીલની વેલ્યુને લઇને પણ સ્પષ્ટતા નથી. બ્લૂમબર્ગ ક્વિંટે કંપનીના એસેટ્સ સાથે જોડાયેલ કેટલાક દસ્તાવેજ તપાસા જેમા ઘણી વિગતો સામે આવી છે જેઅ અહીં પ્રસ્તુત છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની સગાઇ પીરામલ ગૃપના માલિક અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે કરવામાં આવી છે અને આગામી ડિસેમ્બર મહિનામાં તેમના લગ્ન યોજાય તેવી શક્યતા છે.  

જુલાઇ 2014માં ઉદ્યોગપતિ અજય પીરામલના પરિવારની કંપની પીરામલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડે ફ્લેશનેટ ઇન્ફો સોલ્યુશન કંપની ખરીદી હતી. સોદો 47.8 કરોડ રૂપિયામાં થયો. આ પ્રાઇવેટ કંપનીના માલિક પીયુષ ગોયલ અને તેમની પત્ની સીમા ગોયલ હતા. પીરામલ અને પીયુષ ગોલ વચ્ચે આ લેવડ-દેવડ વિશે સૌથી પહેલા ધ વાયર દ્વારા એક સ્ટોરી કરવામાં આવી હતી. જેમાં ગોયલ તરફથી કથિત રીતે કંપની અને સોદા સાથે જોડાયેલ જરૂરી માહિતી નહી આપવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

જુલાઇ 2014માં ભાજપના કોષાધ્યક્ષ પીયુષ ગોયલ કંપની વેચ્યા બાદ મે 2014માં મોદી સરકારમાં ઉર્જા અને કોલસા રાજ્ય મંત્રી બન્યા હતા. ફ્લેશનેટની આ ડીલ પણ લગભગ તે સમય દરમિયાન થઇ જ્યારે ગોયલને કેન્દ્ર સરકારમાં સામેલ કરવામાં આવ્યા.

ગોયલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યુ હતું કે મંત્રી તરીકે તેમણે પોતાની સંપત્તિ જાહેર કરવા સમયે ફ્લેશનેટનો ઉલ્લેખ કર્યો ન હતો કારણ કે તેઓ અને તેમની પત્ની ફ્લેશનેટ કંપનીથી અલગ થઇ ચુક્યા હતા.

પીયુષ ગોયલની આ વાત છતાં પણ સવાલ એ થઇ રહ્યો છે કે અજય પીરામલે ગોયલની કંપની શા માટે ખરીદી? અને આટલી ઉંચી કિંમતે કેમ ખરીદી? બ્લૂમબર્ગ ક્વિંટે જ્યારે ફ્લેશનેટ અને તેને ખરીદનાર કંપની પીરામલ એસ્ટેટના ખાતા તપાસ્યા તો તેમા ઘણી વાતો સામે આવી. આ માહિતી કોર્પોરેટ મંત્રાલયની વેબસાઇટ પરથી એકત્ર કરવામાં આવી છે અને આ માહિતી કંપનીઓએ તરફથી આપવામાં આવેલી હોય છે.

ફ્લેશનેટની શરુઆત કેવી રીતે થઇ?

ફ્લેશનેટ ઇન્ફો સોલ્યૂશન્સ (ઇન્ડિયા) ની શરુઆત 23 માર્ચ 2000ના રોજ 10 રૂપિયાની ફેસ વેલ્યુના 50,070 શેરના ઇક્વિટી બેઝ સાથે થઇ. ત્યારે કંપના મુખ્ય શેર હોલ્ડર પીયુષ ગોયલ અને તેમની પત્ની સીમા ગોયલ હતા. બંને કંપનીના ડાયરેક્ટર પણ હતા. રજીસ્ટ્રેશનના સમયે કંપનીનું મુખ્ય કામ ઇન્ટરનેટ સોલ્યુશન, સર્વિસ પ્રોવાઇડર અને કન્સલ્ટન્સી સર્વિસ જણવાયુ હતું. 2012-13ના નાણાકીય વર્ષમાં કંપનીની કમાણી માત્ર કન્સલ્ટિંગ બિઝનેશમાંથી આવતી હતી જે વાર્ષિક લગભગ 4 કરોડ રૂપિયા હતી. આ સિવાય કંપનીએ ઇન્ટરનેટ અને ડિવિડન્ડ આવકમાંથી 4.53 કરોડ રૂપિયા એકત્ર કર્યા. તે વર્ષે ફ્લેશનેટને 5.47 કરોડનો નફો થયો.  કંપની પાસે રિઝર્વ અને સરપ્લસના રૂપમાં 13.62 કરોડ રૂપિયા હતા. પરંતુ વર્ષ 2013-14માં અજય પીરામલ સાથે ડીલ થયાના થોડા સમય પહેલા ફ્લેશનેટના કન્સલ્ટિંગ બિઝનેસની આવક શૂન્ય થઇ ગઇ હતી. ડિવિડન્ડ અડધુ થઇ ગયુ અને રોકાણ વેચવાથી લગભગ એક કરોડ રૂપિયાની આવક થઇ.

બ્લૂમબર્ગ ક્વિંટના પ્રશ્નના જવાબમાં પીરામલ ગૃપે કહ્યું કે ફ્લેશનેટે 1 એપ્રિલ 2013 બાદ કન્સલ્ટન્સી બિઝનેશ બંધ કરી દીધો હતો. આવુ કદાચ એટલા માટે બન્યુ હશે કારણ કે પીયુષ ગોયલ લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત હશે. જો કે બ્લૂમબર્ગ ક્વિંટ તરફથી પૂછવામાં આવેલા આ અંગેના સવાલ પર પીયુષ ગોયલ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.

પીરામલ એસ્ટેટને ફ્લેશનેટ કંપની શા માટે ખરીદી?

મે 2014 માં પીયુષ ગોયલ ફ્લેશનેટના ડાયરેક્ટર પદેથી હટી ગયા હતા અને તેના બીજા જ મહિને પીરામલ એસ્ટેટનાં બોર્ડે પીયુષ ગોપલની કંપની ખરીદવાની મંજૂરી આપી દીધી. ટ્રાન્ઝેક્શન 24 જુલાઇના રોજ થયુ અને તે જ વર્ષે સપ્ટેબર મહિનામાં ફ્લેશનેટના શેર પીરામલ ગૃપને ટ્રાન્સફર કરવામાં આવ્યા.

હવે સવાલ એ થાય છે કે જ્યારે ફ્લેશનેટ ન તો કન્સલ્ટિંગ ફર્મ હતી, ન તો ઇન્ટરનેટ સોલ્યુશન અને ન તો સર્વિસનો બિઝનેસ કરતી હતી, સાથે જ કંપનીની કોઈ આવક પણ હતી તો પછી પીરામલ એસ્ટેટે આ કંપની શા માટે ખરીદી?

પીરામલ ગૃપે બ્લૂમબર્ગ ક્વિંટને જણાવ્યું કે પીરામલ ગૃપ કંપનીઓને ખરીદવા અને તેમા રોકાણ કરવાનો જૂનો રેકોર્ડ ધરાવે છે. પીરામલ એસ્ટેટ રોકાણ માટે નવી તક શોધતુ રહે છે. ફ્લેશનેટને માત્ર તેની એસેટ્સ માટે નહોતી ખરીદી, આ કંપની ખરીદવી એ પીરામલ માટે રોકાણ હતુ6. પીરામલ બીજી કંપનીઓમાં પણ રોકાણ કરે છે.

પીયુષ ગોયલ પાસેથી પીરામ ગૃપ દ્વારા ફ્લેશનેટ કંપની ખરીદવામાં આવી ત્યારે ફ્લેશનેટ પાસે સંપત્તિના રૂપમાં દિલ્હીમાં ફ્લેટ અને તેની સાથે જમીન, લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ, અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ, મ્યુચુઅલ ફંડમાં રોકાણ, હાથ પર રોકડ મુડી હતી.

ફ્લેશનેટ-રિયલ એસ્ટેટ: નાણાકીય વર્ષ 2011 અને 2013 દરમિયાન ફ્લેશનેટે દિલ્હીમાં અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ માટે 4 કરોડ રૂપિયા એડવાન્સ પેમેન્ટ કર્યું હતું. પીરામલ ગૃપએ પણ એ વાતને સમર્થન આપ્યુ હતું કે જુલાઇ 2014માં ફ્લેશનેટ કંપની ખરીદવા સમયે કંપની પાસે દિલ્હીના શાંતિ નિકેતનમાં 535 સ્ક્વેર મીટરનો ફ્લેટ અને તેની સાથે 141 સ્ક્વેર મીટર જમીન પણ હતી. શાંતિ નિકેતન દિલ્હીનો પોશ વિસ્તાર માનવામાં આવે છે. પીરામલના જણાવ્યા અનુસાર 24 જુલાઇ 2014ના રોજ આ પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ 10.10 કરોડ રૂપિયા હતી.

હવે રસપ્રદ વાત એ છે કે ફ્લેશનેટને વેચ્યાના એક વર્ષ બાદ જ પીયુષ ગોયલે પીરામલ એસ્ટેટ પાસેથી ફ્લેશનેટ પાછી ખરીદી લીધી હતી. દિલ્હીનો જે ફ્લેટ અને જમીન હતી જુલાઇ 2012માં તેની કિંમત 10.10 કરોડ રૂપિયા હતી અને 2015માં તેને 12.02 કરોડમાં વેચવામાં આવ્યા.

નાણાકીય વર્ષ 2014ના અંતમાં ફ્લેશનેટ પાસે રિયલ એસ્ટેટમાં 5.47 કરોડની બુક વેલ્યુ, લિસ્ટેડ કંપનીઓમાં 1.81 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, અનલિસ્ટેડ કંપનીઓમાં 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, મ્યુચુઅલ ફંડમાં 65,524નું ઇન્વેસ્ટમેન્ટ, 1.68 કરોડ રૂપિયા રોકડ હતી.   

આ એસેટ્સ સાથે પીરામલે ફ્લેશનેટને 47.8 કરોડ રૂપિયામાં ખરીદી હતી: મ્યુચુઅલ ફંડમાં રોકાણ, કમાણી અને રોકડ મળીને ફ્લેશનેટ પાસે 4.42 કરોડ અને આ સિવાય ફ્લેશનેટએ લિસ્ટેડ કંપનીઓના શેરોમાં જે રકમ લગાવી હતી તે મળીને 24 જુલાઇ 2014ના રોજ તેની કિંમત 4.47 કરોડ રૂપિયા થતી હતી. પીરામલના નિવેદન અનુસાર રિયલ એસ્ટેટની વેલ્યુ હતી 10.10 કરોડ રૂપિયા એટલે કે (4.42 કરોડ + 4.47 કરોડ + 10.10 કરોડ) = 18.99 કરોડ રૂપિયા.

હવે અગત્યની વાત એ છે કે કંપની 47.8 કરોડ રૂપિયામાં વેચાઇ, જ્યારે તેની પાસે 18.99 કરોડ રૂપિયાની એસેટ હતી. એટલે કે બાકી પીરામલ એસ્ટેટે ફ્લેશનેટની છ અનલિસ્ટેડ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ માટે 28.81 કરોડ રૂપિયા આપ્યા.

આશ્ચર્યની વાત એ છે કે ફ્લેશનેટ ખરીદ્યાના કેટલાક મહિનાની અંદર જ પીરામલએ ફ્લેશનેટએ લિસ્ટેડ કંપનીઓના શેર વેચી દીધા. જો કે પીરામલે બ્લૂમબર્ગ ક્વિંટને જે નિવેદન આપ્યુ તે અનુસાર ફ્લેશનેટને માત્ર એસેટ માટે નહીં પરંતુ એની બીજી કંપનીઓમાં રોકાણ માટે પણ ખરીદી હતી. ફ્લેશનેટએ લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ અને 6 અનલિસ્ટેડ કંપનીઓમાંથી 4 કંપનીઓના શેર 7.95 કરોડ રૂપિયામાં વેચ્યા હતા.

વર્ષ 2014માં પીરામલ અને ગોયલ વચ્ચે થયેલા આ ડીલ ત્રણ વણ ઉકલ્યા સવાલ છોડી ગઇ છે. પ્રથમ પ્રશ્ન એ કે પીરામલએ ફ્લેશનેટ શા માટી ખરીદી, કેટલાક મહિનાઓ બાદ કંપનીની મુખ્ય પ્રોપર્ટી રિયલ એસ્ટેટને પાછી ગોયલને કેમ વેચી દીધી? બીજો સવાલ એ કે શું ફ્લેશનેટની અનલિસ્ટેડ કંપનીઓમાં કરવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટના શેરની કિંમત 28.86 કરોડ હતી? ત્રીજો સવાલ એ કે જો પીરામલની દિલચસ્પી ફ્લેશનેટના ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં હતી તો તેમણે તેને કેટલાક મહિનાઓ બાદ કેમ વેચી દીધી?  

ઉક્ત અહેવાલ thequint માંથી સાભાર લેવામાં આવ્યો છે.