મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર બુધવાર (18 જુલાઈ)એ શરૂ થઈ ગયું. સત્ર પહેલા જ દિવસે વિપક્ષ દ્વારા નરેન્દ્ર મોદી સરકાર સામે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપી દેવાઈ છે. સદનની અધ્યક્ષ સુમિત્રા મહાજનએ તેને સ્વિકાર કરી લીધી છે. તેના પર 20 જુલાઈએ ચર્ચા થશે. તે સાથે જ વિપક્ષી દળોના સંખ્યા બળને લઈને પણ ક્યાસબાજી શરૂ થઈ ગઈ છે. સવાલ ઉઠવા લાગ્યા છે કે શું વિપક્ષ પાસે અવિશ્વાસ પ્રસ્તાવને નિચલા સદનથી પારિત કરવા જેટલું સંખ્યા બળ છે?

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંખ્યા બળને લઈને સંદેહ ધરાવતા દળોને જવાબ આપી દેવાયો છે. તેમણે કહ્યું કે, કોણ કહે છે કે અમારી પાસે પુરતી સંખ્યા નથી? બજેટ સત્રમાં પણ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અપાઈ હતી, પણ લોકસભા અધ્યક્ષએ તેને મંજુર કરી ન હતી. વાઈએસ જગનમોહન રેડ્ડીની વાએસઆર કોંગ્રેસ પાર્ટીએ પ્રસ્તાવ સ્વીકાર ન થવા પર સદનમાં જોરદાર હંગામો કર્યો હતો. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાના કારણે મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અપાઈ હતી. વાઈએસઆર કોંગ્રેસના સદસ્યોએ બાદમાં સંસદની સદસ્યતાથી રાજીનામું આપી દીધું હતું.

સંસદના ચોમાસુ સત્રમાં ઘણા વિપક્ષી સદસ્યોએ એક સાથે અવિશ્વાસ પ્રસાતાવની નોટિસ આપી હતી. તેવામાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને લોટરી સિસ્ટમનો સહાલો લેવો પડ્યો, જેથી નોટિસ આપનાર સદસ્ય અને પાર્ટીના નામની ઘોષણા કરાઈ શકે. લોટરીમાં એનડીએના પૂર્વ સહયોગી ટીડીપીના સદસ્ય કેસીનેની શ્રીનિવાસનનું નામ સામે આવ્યું. જોકે, લોકસભા અધ્યક્ષએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લાવનાર તમામ સદસ્યોનું નામ લીધું હતું. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ ન માનવા પર ટીડીપીએ શૂન્ય કાળ દરમિયાન મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી. સંસદીય મામલાના મંત્રી અનંત કુમારે કહ્યું કે સરકાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે બે તૃત્યાંસ બહુમત હોવાનો પણ દાવો કર્યો. ટીડીપીના સદસ્યોએ બજેટ સત્ર દરમિયાન પણ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, પણ અધ્યક્ષે નોટિસ ખારીજ કરી દીધી હતી બે તૃત્યાંસ બહુમત હોવાનો પણ દાવો કર્યો. ટીડીપીના સદસ્યોએ બજેટ સત્ર દરમિયાન પણ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, પણ અધ્યક્ષે નોટિસ ખારીજ કરી દીધી હતી.