મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદઃ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં થયેલી હત્યાનો ભેદ એક સપ્તાહ બાદ પણ ઉકેલાયો નથી, પોલીસે  હત્યાકાંડમાં  સંડોવાયેલા તમામ શકમંદોની અટકાયત કરી લીધી છે. આમ પોલીસ આ મામલે કઈ બોલવા તૈયાર નથી ટોચના સૂત્રોની જાણકારી પ્રમાણે પોલીસ અટકાયત હેઠળ રહેલા આરોપીઓ પાસેથી ઘણી જ મહત્વની જાણકારી પોલીસને મળી છે, પરંતુ  જેઓ અટકાયત હેઠળ છે તેમણે ભાનુશાળીને પરંતુ મનીષા ના ખાસ  ભાઉ  નામની વ્યક્તિએ પુનાથી બે  શાર્પ શુટર મંગાવ્યા હતા. જેમણે ભાનુશાળીને ગોળી મારી હતી. હજી સુધી આ  શાર્પ શૂટર સુધી પોલીસ પહોંચી શકી નથી, જોકે તેમના નામ આવી ગયા છે.

મનીષા સાથે સમાધાન બાદ જયંતિ ભાનુશાલી નક્કી થયેલી રકમ આપવાનો ઈનકાર કરી દેતા મનીષા દ્વારા આ હત્યાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે મનીષા સાથે સતત રહેતા સુરજીત અને  શેખર પણ ભાનુશાળીના પરિચિત હોવાને કારણે સુરજીત દ્વારા પુનાથી શૂટરો મંગાવવામાં આવ્યા હતા જેઓ ગોળી મારી  ફરાર થઈ ગયા હતા તેવી થીયરી પણ છે.

પોલીસ માટે  હાલમાં  સૌથી વધુ  ચિંતાનો વિષય હત્યારાને  પકડવાનો નથી, પરંતુ ભાનુશાળી પાસે રહેલી સેક્સ વીડિયો છે. કારણકે વીડિયો જાહેર થઈ જાય તો ગુજરાત અને દેશના અનેક નેતાઓની જિંદગી બરબાદ થઈ શકે તેમ છે. તમામ જે ભૂતકાળમાં  ભાનુશાળીની મહેમાનગતિ માણી ચૂક્યા છે તેમના આ વીડિયો છે.