પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) : આમ તો રાજકારણમાં મિત્રતા અને દુશ્મની કાયમી હોતી નથી. સ્થળ અને સંજોગ પ્રમાણે બધુ બદલાતુ રહે છે, 1986માં સંઘમાંથી ભાજપમાં આવેલા નરેન્દ્ર મોદી એક સારા સંગઠક અને સારા વ્યવસ્થાપક તેવુ સોમનાથ યાત્રા વખતે ધ્યાન આવ્યુ, ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું હાલમાં જેમ વિરોધીઓને તંત્ર દ્વારા શાંત કરી દેવામાં આવે છે તેવુ જ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ પણ કરતા હતા આ સ્થિતિમાં ભાજપને ઉભો કરવાની જવાબદારી નરેન્દ્ર મોદી ઉપર હતી. નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના કાર્યકરો અને દેશના પ્રજાનું ધ્યાન ભાજપ તરફ આકર્ષીત કરવા માટે સોમનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું, યાત્રાની અગવાઈ લાલકૃષ્ણ અડવાણી કરતા હતા પણ બધી વ્યવસ્થાના કારભારી નરેન્દ્ર મોદી હતા.

સોમનાથ યાત્રા નિકળી અને રસ્તા ઉપર લાખો લોકો ઉમટી પડયા હતા, સોમનાથ યાત્રોનો શો સુપર ડુપર રહ્યો, લાલકૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદી ઉપર આફરીન થઈ ગયા, અડવાણી અને મોદીને નજીક લાવવાનું અને સમજવાનું કામ યાત્રાએ  કર્યુ હતું. ત્યાર બાદ ગુજરાતનો નિર્ણય હોય કે દેશનો અડવાણી તેમના નરેન્દ્ર મોદીનો મત અચુક લેતા હતા, 1995માં ગુજરાત ભાજપમાં બળવો થયો અને મોદીને દિલ્હી જવુ પડયુ તેના કારણે ફરી અડવાણી અને મોદી સાથે થઈ ગયા, 2001માં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નબળા સાબીત થઈ રહ્યા છે, અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તેવુ લાલકૃષ્ણ અડવાણીને સમજાવવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા કારણ ત્યારે અડવાણી નરેન્દ્ર મોદીના ચશ્માથી સ્થિતિને જોવા લાગ્યા હતા.

2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાછા આવ્યા અને 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ પછી વ્યાપક પ્રમાણમાં તોફાન ફાટી નિકળ્યા હતા, મોદી હજી ગુજરાતના શાસનને બરાબર સમજે તે પહેલા તોફાનો બેકાબુ થઈ ગયા હતા, અખબારો, ટેલીવીઝનો અને મુસ્લિમો આરોપ મુકી રહ્યા હતા કે તોફાન પાછળ નરેન્દ્ર મોદી છે અથવા નરેન્દ્ર મોદી સરકાર પક્ષપાતી કાર્યવાહી કરી છે. આ આરોપના પડધા દિલ્હીમાં પડયા, વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ આ આરોપોની ખરાઈ કરવા કેન્દ્રીય મંત્રી જયોર્જ ફર્નાડીઝને અમદાવાદ મોકલ્યા, ફર્નાડીઝ અનેક લોકોને મળ્યા અને અધિકારીઓ પાસેથી વિગત મેળવી અને દિલ્હી પરત ફર્યા, ફર્નાડીઝનો રીપોર્ટ પણ મોદી સામે થઈ રહેલા આરોપોને સમર્થન આપતો હતો, જેના કારણે અટલબિહારી બાજપાઈ ખુદ અમદાવાદ આવ્યા.

કવિ બાજપાઈ રાજકારણી અને વડાપ્રધાન હોવાની સાથે રૂઝુ હ્રદયનો માણસ હતો, તેણે પોતાની આંખો ગુજરાત જોયુ અને ગુજરાતને સાંભળ્યુ, તે દુખી થઈ ગયા તેમણે જાહેરમાં નિવેદન કર્યુ કે શાસકે રાજધર્મ નિભાવવો જોઈએ, બાજપાઈના નિવેદનથી ભાજપ સ્તબ્ધ થઈ ગયો, બાજપાઈની નારાજગી સમજાઈ જાય તેવી હતી, અમદાવાદથી દિલ્હી પરત જવા નિકળેલા બાજપાઈએ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો, ખુદ નરેન્દ્ર મોદી પણ આ વાત સમજી ગયા હતા, તેમણે પોતાના રાજકિય ગુરૂ અડવાણીને વિનંતી કરી, બાજપાઈ નિર્ણય લઈ ચુકયા હતા, પણ નરેન્દ્રી મોદીને હટાવવા જોઈએ નહીં તેવુ સમજાવવા માટે અડવાણી અને મુરલીમનોહર જોષી બાજપાઈ પાસે પહોચી ગયા

બાજપાઈ પોતાના જુના સાથી અડવાણી અને જોષીની વાત ટાળી શકયા નહીં અને તેમણે મોદીને યથાવત રાખવાનો નિર્ણય કર્યો, સમયની સાથે બધુ બદલાઈ રહ્યુ હતું અને અડવાણી અને જોષી જેવા નેતાઓ વૃધ્ધ થઈ રહ્યા હતા, પણ અડવાણી અને જોષી જેવા નેતાઓ બહુ જલદી રાજકારણ છોડી શકતા નથી બાજપાઈની સરકારમાં ગૃહમંત્રી અને નંબર બે ઉપર રહેનાર અડવાણીની ઈચ્છા વડાપ્રધાન થવાની હતી, હજી જો ભારતની જનતા એક વખત તક આપે તો વડાપ્રધાન તો થવુ જ છે તેવુ અડવાણી ઈચ્છતા હતી, બાજપાઈ ઉંમર અને બિમારીને કારણે રાજકારણની બહાર નિકળી ગયા હતા, રાષ્ટ્રીય ભાજપમાં હવે અડવાણીની જ સિનિયર હતા જેના કારણે જો ભાજપ અથવા એનડીએની સરકાર બને તો પોતે વડાપ્રધાન થશે તેવા સ્વપ્ન તેમના હતા.

પણ લાલકૃષ્ણ અડવાણી જાણતા ન્હોતો કે રાજકારણની સીડી પોતાની આંગળી પકડી ચાલનાર ચેલો નરેન્દ્ર મોદી પણ હવે વડાપ્રધાન થવાના સ્વપ્ના જોઈ રહ્યો છે. જો કે 2002ના તોફાનો અને નરેન્દ્ર મોદીના સાચા જુઠા આક્રમક ભાષણોને કારણે નરેન્દ્ર મોદી દેશના નેતા બની રહ્યા હતા, ભાજપનો પોસ્ટર બોય નરેન્દ્ર મોદી હતા, સંઘ અને ભાજપને સમમજાઈ ગયુ કે નરેન્દ્ર મોદીના નામના સિક્કા પડે છે ભાજપે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ 2013માં ભાજપમાં પોતાનો ભાવી વડાપ્રધાન કોણ બનશે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, અડવાણીને ત્યારે પહેલી વખત ખ્યાલ આવ્યો કે શતરંજની રમતમાં કયારેક પ્યાદુ રાજાને માત આપે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે,  પોતાનો જ ચેલો નરેન્દ્ર મોદી પોતાના વડાપ્રધાન થવાના સ્વપ્નાને આડે આવી રહ્યો છે.

અડવાણીને ખ્યાલ આવી ગયો કે આ વખતે જો સત્તા આવે અને વડાપ્રધાન થઈ શકે નહીંં તો કયારેય તક મળશે નહીં, તેમણે એક ચાલ ચાલી નરેન્દ્ર મોદી વિરૂધ્ધ કઈક એવુ બહાર આવે જેના કારણે ખુદ ભાજપ અને સંઘ તેને રેસમાંથી બહાર મુકી દે તેવુ કરવાનું હતું. અડવાણીએ પોતાની કીચેન કેબીનટમાં રહેલા અમદાવાદના સાંસદ હરીન પાઠકને મદદ લીધી, ત્યાર બાદ થોડા દિવસ પછી એક વ્યકિત અમદાવાદ મોટેરા આશ્રમમાં આસારામ બાપુને મળવા જાય છે. આસારામ અને અડવાણીને બહુ સારા સંબંધ હતા, અડવાણીનો દુત આસારામને અડવાણીને ઈચ્છા જણાવે છે. આસારામ ધાર્મિક બાવા હોવા છતાં રાજકારણ અને રાજકારણીઓને સારી રીતે સમજતા હતા તે અડવાણીની વાત માનવા તૈયાર થઈ જાય છે.

ભાજપમાં જાહેરમાં નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો અડવાણી માટે શકય ન્હોતો, માટે નવી રમત પ્રમાણે આસારામનો એક દુત અમદાવાદની જેલમાં પહોંચે છે. ત્યારે અમદાવાદ જેલમાં ગુજરાતના ઘણા પોલીસ અધિકારીઓ હતા આ બધા બનાવટી એન્કાઉન્ટર કેસના આરોપી હતા, એક સમય હતો જયારે તેઓ અમીત શાહની ખુબ નજીક હતા, નરેન્દ્ર મોદીની હિન્દુ નેતાની છબી તૈયાર કરવામાં તેમણે ખુબ કામ કર્યુ હતું, આ અધિકારીઓમાં આઈપીએસ ડી જી વણઝારા પણ હતા તેઓ આસારામના આંઘળા ભગત હતા , પોલીસ યુનિફોર્મમાં પણ તેઓ બાપુના પગમાં બેસતા હતા, બાપુના સતસંગમાં નાચ પણ કરતા હતા, આસારામનો દુત વણઝારાને જઈ વાત સમજાવે છે, પણ વણજારા પુછે કે અડવાણી વડાપ્રધાન થાય તો મને શુ લાભ.. દુત ખાતરી આપે છે કે અડવાણી વડાપ્રધાન થાય તો જેલમાંથી મુકિત, કેસ પરત ખેચાઈ જશે અને દિલ્હી સરકારમાં સ્થાન પણ મળશે.

ડી જી વણઝારા પોલીસ અધિકારી હોવા છતાં નફો નુકશાન સમજી શકતા હતા, થોડા જ દિવસમાં તેઓ લેટર બોમ્બ ફોડે છે, અને ગુજરાતના એન્કાઉન્ટરો માટે તેઓ નરેન્દ્ર મોદી અને અમીત શાહને જવાબદાર ગણાવે છે, ગણતરી હતી કે આ પત્ર સ્ફોટક સાબીત થશે અને ભાજપ નરેન્દ્ર મોદીને કોરણે મુકશે, પણ અમીત શાહ પણ શાતીર ખેલાડી હતા, તેઓ જેલમાં તપાસ કરાવે છે કે છેલ્લલે વણઝારાને મળવા કોણ આવ્યુ હતું અને બહુ જલદી અડવાણીની રમત ખુલ્લી પડી જાય છે. ભાજપે નરેન્દ્ર મોદીને પોતાનો 2014નો ચહેરો બનાવવાનું નક્કી કર્યુ હતું તેને વળગી રહે છે. 2014માં અડવાણી પણ સંસદમાં આવે છે પણ પહેલી વખત તેવુ થયુ કે ચેલો વડાપ્રધાન હોય અને પોતાની જ સરકાર હોય તો પણ અડવાણી સરકારનો હિસ્સો બન્યા નહીં. આમ 2013માં નરેન્દ્ર મોદી અને અડવાણી અલગ થયા હતા.

2019માં નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીનો હિસાબ પુરો કરી નાખ્યો પણ ક્રિકેટમાં જયારે ગાવસ્કર અને સચીન ઉત્તમ રમત રમતા હતા ત્યારે એકઝીટ લીધી તેવી જ રીતે અડવાણીએ એકઝીટ લીધી હોત તો આ રીતે અપમાનીત થઈ રાજકારણની બહાર નિકળવુ પડતુ નહીં.