મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા અમદાવાદના 14 સ્વીમીંગ પુલનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે તેમણે સ્ટેન્ડીગ કમિટી સામે દરખાસ્ત રજૂ કરી હતી. જેની સામે ખાસ્સો વિરોધ પણ થયો હતો. આખરે આજે સોમવારે કમિશનર વિજય નહેરાએ પોતાની દરખાસ્ત પરત લઈ લીધી છે.

કમિશનર વિજય નહેરા દ્વારા અમદાવાદના 14 સ્વીમીંગ પુલ ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં હાલની ફિમાં 100 ટકાનો વધારો કર્યો હતો. આ નિર્ણય સામે ભારે  વિરોધ પણ થયો હતો. સુત્રોની જાણકારી પ્રમાણે કમિશનર નહેરા ચોક્કસ વ્યક્તિ અને સંસ્થાને ફાયદો કરાવવવા માંગતા હતા. વિજય નહેરના પુત્ર જેમની પાસે  નેશનલ સ્વીમીંગની તાલીમ લઈ રહ્યા છે તેવી વ્યક્તિ અથવા તેમના  માળતીયને  ખાનગીકરણમાં સ્વીમીંગ પુલ આપી દેવા માંગતા હતા. પરંતુ  વિજય નહેરા અને  સ્વીમીંગ એસોશીએશન વચ્ચેના સંબંધો જાહેર થઈ જતા વિજય નહેરાએ ખાનગીકરણનો નિર્ણય હાલ પૂરતો પડતો મુક્યો છે.