મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જેટ એરવેઝની મુંબઈથી જયપુર જઈ રહેલી એક ફ્લાઈટના યાત્રિઓને ગુરુવારે ભયાનક માહોલથી સામનો કરવો પડ્યો હતો. મુંબઈથી ઉડ્યા બાદ ફ્લાઈટનું કેબિન પ્રેશર મેન્ટેન ન રહ્યું, જેના કારણે આ યાત્રિઓના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અફરાતફરીમાં ફ્લાઈટને પાછી મુંબઈ લેન્ડીંગ કરવું પડ્યું હતું. તે ફ્લાઈટમાં હાજર એક યાત્રીએ ફક્ત પુરી ઘટનાનો વીડિયો ટ્વીટ ન કર્યો પણ અંદરની કહાની પણ આપી છે.

ઉલ્લેખનીય છે કે ઊંચાઈ પર જવાથી હવાનું દબાણ ઘટી જાય છે, પરંતુ ફ્લાઈટમાં તેને મેન્ટેન કરવાની વ્યવસ્થા હોય છે. કહેવાઈ રહ્યું છે કે ઉડ્યા બાદ કેબિન ક્રુ આ સેફ્ટી સિસ્ટમ ચાલુ કરવાનું ભુલી ગયું હતું.

ફ્લાઈટમાં હાજર રહેલા દર્શક હાટીએ કહ્યું કે ફ્લાઈટના ઉડવાની સાથે જ ગડબડ શરૂ થઈ ગઈ હતી. તે પછી એર પ્રેશર સિસ્ટમ ખરાબ થઈ ગઈ અને માસ્ક બહાર નીકળી આવ્યા. અમારામાંથી કેટલાક લોકોના નાકમાંથી લોહી નીકળ્યા બાદ માથું દુઃખાવા લાગ્યું હતું. દર્શકના કહ્યા મુજબ ફ્લાઈટને અંદાજીત એક કલાક બાદ મુંબઈ પાછી લઈ જવામાં આવી. ફ્લાઈટમાં હાજર લોકોને બીજી ફ્લાઈટમાં શીફ્ટ કરવાનું આશ્વાસન અપાયું હતું.

નાગર વિમાનન મહાનિદેશાયલ (ડીજીસીએ)ના એક અધિકારીએ કહ્યું કે ઉડતા દરમિયાન સમય ચાલક દળના સદસ્ય બ્લીડ સ્વિચ સિલેક્ટ કરવાનું ભુલી ગયા. તેના કારણે કેબિન પ્રેશર સામાન્ય નહીં રહ્યું અને ઓક્સિજન માસ્ક નીચે આવી ગયા. શરૂઆતી સૂચનાઓનો હવાલો આપતા અધિકારીએ કહ્યું કે કેટલાક યાત્રિઓના નાકથી લોહી નીકળ્યું. તેમણે કહ્યું કે વિમાનમાં 166 યાત્રી સવાર હતા, જેમાંથી 30 યાત્રિઓને આ સમસ્યા થઈ હતી... કેટલાકના નાકથી જ્યારે કેટલાકના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાં કેટલાક લોકોને માથાનો દુઃખાવો શરૂ થઈ ગયો હતો.

ફ્લાઈટ ઊંચાઈ પર પહોંચવાની સાથે સાથે હવાનું દબાણ પણ ઘટવા લાગે છે. તમે ઘણીવાર ફ્લાઈટના ઉડ્યા પહેલા સેફ્ટી એનાઉન્સમેન્ટનો ઉલ્લેખ સાંભળ્યો હશે. આ દરમિયાન તમને કહેવામાં આવે છે કે હવાનું દબાણ ઓછું થવા પર સીટની ઉપર ઓક્સીજન માસ્ક આવી જશે. ગુરુવારે જેટ એરવેઝની ફ્લાઈટમાં પણ આમ જ થયું.

ઉલ્લેખનીય છે કે મનુષ્ય 8000 ફૂટ સુધીની ઊંચાઈ પર કેબિન પ્રેશર 12 psi અંદાજીત હોય છે. ફ્લાઈટમાં હાજર લોકો માટે આટલું કેબિન પ્રેશર સારી રીતે શ્વાસ લેવા માટે બરાબર હોય છે. જોકે કોમર્શિયલ ફ્લાઈટ ઘણી વાર 40000 ફૂટથી ઉપર પણ ઉડતી હોય છે તેને કારણે મેન્યૂઅલી કેબિન પ્રેશરને મેન્ટેન કરવામાં આવે છે. તેને ઈલેક્ટ્રીક કંપ્રેશર, ટર્બોકોંપ્રેશર અને એન્જીન બ્લીડ એર વગેરેની મદદથી મેન્ટેન કરવામાં આવે છે.