મેરાન્યૂઝ નેટવર્ક.ઉત્તરપ્રદેશઃ ઉતરપ્રદેશના એક ગરીબ ચોકીદારના પુત્રનો ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં સમાવેશ થયો છે મુઝફ્ફરનગરના નીશુ કુમારે પોતાની સખત મહેનત અને ધગશથી કરેલા શ્રેષ્ઠ પ્રદર્શનના પગલે તેને ભારતીય ફૂટબોલ ટીમમાં સ્થાન મળ્યું છે.

નીશુનો પરિવાર આશરે ૫૦ વર્ષ પહેલા રોજી રોટી માટે નેપાળથી ભારતમાં આવીને વસ્યો હતો. ઉતરપ્રદેશના ભોયા વિસ્તારમાં રહેતા નીશુના પિતા મંગલ બહાદુર જનતા ઇન્ટર કોલેજમાં ચોકીદાર હતા. ગરીબ અને સુવિધાથી વંચિત આ પરિવારના નીશુને નાનપણથી ફૂટબોલનો શોખ હતો. પાંચ વર્ષની ઉંમરે નીશુએ ફૂટબોલ રમવાનું શરુ કર્યું હતું. બાર વર્ષની ઉંમરે નીશુને ફૂટબોલની પદ્ધતિસરની તાલીમ મળે તે હેતુથી ચંડીગઢ ફૂટબોલ એકેડેમીમાં મોકલવામાં આવેલો એકેડેમીમાં પ્રવેશના માત્ર એક વર્ષ બાદ નીશું એકેડમી તરફથી વિદેશમાં મેચ રમી હતી. નીશું અન્ડર ૧૫ અને અન્ડર ૧૬ની ટીમમાંથી પણ ભારત તરફથી રમ્યો હતો નીશુ ચંડીગઢ એકેડમી ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો હતો. હાલમાં તે બેંગાલુરુ એફ સી ટીમ તરફથી રમે છે. જે ટીમ તરફથી ઇન્ડિયન સુપર લીગમાં તેને સારું પ્રદર્શન કરતા ઇન્ડિયન નેશનલ ટીમમાં તેને ડિફેન્ડર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો છે.