મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ટીવી સિરિયલ ‘કુંડલી ભાગ્ય’ માં પ્રીતાનો રોલ ભજવી રહેલી ટેલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ ‘Kiki Challenge’ લીધી અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. વીડિયો સાથે તેણે લોકોને ચેતવણી પણ આપી છે કે લોકોએ આવો જોખમી ડાન્સ ન કરવો જોઈએ.

શ્રદ્ધાએ કેપ્શન લખ્યું કે ‘હુ વાયદો કરો છું કે અત્યાર સુધી સૌથી ખોટી Kikichallenge છે. તે લોકોને દાદ નહીં આપી જેમણે આ ડાન્સ કર્યો છે. આ ડાન્સ જોખમી રસ્તા પર અને ટ્રાફિકવાળા રસ્તા પર ક્યારેય ન કરો. અમે ફિલ્મ બિઝનેશમા છીએ તો અમને ખબર છે કે આ ડાન્સ કેવી રીતે કરવો છતાં અમારાથી પણ ભૂલ થઇ શકે છે. હું કોઈને પણ આ ટ્રાય ન કરવા કહું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે કીકી ચેલેન્જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મેરાન્યૂઝ દ્વારા અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જ્યાર બાદ ગુજરાત પોલીસે કીકી ચેલેન્જ પર પ્રતિબંધ લગાવી દીધો છે તથા આદેશ આપ્યો છે કે આ કીકી ચેલેન્જ કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

A post shared by Shraddha Arya (@sarya12) on