મેરાન્યૂઝ નેટવર્ક, વોશિંગટન: એક તરફ જ્યાં આપણા દેશમાં સિનેમાઘરોમાં  રાષ્ટ્રગીત ગાવાનો સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે ત્યાં બીજી તરફ તાજેતરમાં જ અમેરિકાના એટલાન્ટા શહેરની એક કોલેજ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં મેદાનમાં જઈને રાષ્ટ્રગીત ગાવા માટે ઉભા રહ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ એવું અવલોકન કર્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ રાષ્ટ્રગીત યોગ રીતે ગઈ શકતા નથી. તેઓ કેટલાક શબ્દો વ્યવસ્થિત રીતે ઉચ્ચારી રહ્યા છે તો કેટલીક વાર રાષ્ટ્રગીતના શબ્દો ન યાદ હોવાથી તેમનું મોઢું બંધ રહ્યું હતું જે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. ટ્રમ્પને ‘બ્રાઈટ સ્ટાર્સ’ કહેવામાં આવે છે જ્યારે ‘ધી લેન્ડ ઓફ ધી ટ્રી એન્ડ થે લેન્ડ ઓફ ધી બ્રેવ’ ગાઈને સ્મિત આપતા લોકોએ જોયા પરંતુ તેમણે બીજી પંક્તિઓ પૂર્ણ નથી કરી. જોકે, અમેરિકામાં દરેક ઉપસ્થિત લોકો માટે રાષ્ટ્રગીત ગાવું ફરજીયાત નથી.