મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ૮ વર્ષથી વોન્ટેડ અને ખૂન અને આર્મ્સ એક્ટ જેવા ગુનામાં ફરાર એવા વિનોદ દાતણીયાને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારના ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશ્નરની સુચનાથી બનાવવામાં આવેલી ટીમોએ ગુજરાત રાજ્યની બહાર રહેતા આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથધરી છે. જેમાં વસ્ત્રાલ રોડ ખાતે ૨૦૧૦માં બનેલા ગુનામાં માધવપાર્ક સોસાયટીમાં રહેતા લોકોને તલવાર અને ઘાતક હથીયારોથી ઈજા પહોંચાડી હતી, જેનો ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. 

આરોપી વિનોદ ગુર્જર (કરોલી,  રાજસ્થાન) અને તેના સાગરિત પપ્પુપાલ વાઘેલાએ મળીને અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝઘડામાં અદાવત રાખીને એક વ્યક્તિને ચાકુના ઘા મારીને ભાગી ગયા હતા અને બળવંત વર્માનું મોત નીપજ્યું હતું. આ સિવાય અન્ય રામોન પોલીસ સ્ટેશનના ગુના વર્ષ ૨૦૧૦ અને DCB પોલીસ સ્ટેશનના આર્મ્સ એકટના કુલ મળીને  ચાર ગુનામાં નાસતો ફરતો હતો અને તેની બાતમીના આધારે વિનોદ ગુર્જરને ક્રાઈમ બ્રાંચના ચાંદનગામ, રાજસ્થાનથી ક્રાઈમ બ્રાંચ પકડી લાવી છે.

આ પકડાયેલ આરોપી વિનોદ ગુર્જર B.SC ભણેલો છે અને એ ગુનો કર્યા બાદ વતનમાં ગયો હતો અને ૬ મહિના વતનમાં રોકાયા બાદ જયપુર ખાતે ગયો અને સીતાપુર વિસ્તારમાં આવેલ એક ફાર્મ બનાવવાની ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરી ફાર્માસ્યુટિકલ કંપનીમાં રાજસ્થાનની ભરતપુર બ્રાંચમાં નોકરી લાગ્યો હતો  અને પાંચ વર્ષ નોકરી કરી હતી. ૨૦૧૮માં સ્થાનિક પોલીસ તેના ઘરે જવાની જાણ થતાં તેણે વતનમાં ચાલુ કરેલી નોકરી છોડી તે અન્ય જગ્યાએ નોકરી શોધતો હતો. આ આરોપી ૨૦૦૮માં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયેલો હતો અને આઠેક વર્ષ બાદ આજે જયારે પકડાયો છે ત્યારે પોલીસ તેની ફરીથી પૂછપરછ અને તપાસ કરી રહી છે જેથી અન્ય ગુનાઓના ભેદ પણ ખુલી શકે.