મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામની સીમમાં આવેલા મીઠી વહેણના કાંઠે આવેલા અવાવરુ કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં ત્રણ જેટલી લાશ તરતી હોવાની ગ્રામજનોને જાણ થતા વઢવાણ પોલીસને જાણ કરી હતી. આથી વઢવાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશના પરિવારે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

જેમાં પ્રેમ લગ્ન કરનાર પતિ-પત્ની અને પુત્રએ ખાટલાની પાટીએ બાંધી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જે અંગે વઢવાણ પોલીસ દ્વારા મૃતકોની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મોરધ ગામમાં રહેતા નાનકાભાઈ સપ્પનીયાને પુપીબેન સાથે પ્રેમ લગ્ન કરી લેતા અને ત્યારબાદ વઢવાણ તાલુકાના બલદાણા ગામના છેલ્લાભાઈ રબારીની વાડીએ મજૂરી માટે આવ્યા હતા અને સાહિલ નામના બાળકને જન્મ આપ્યો હતો.

વઢવાણ તાલુકાના બલદાણા ગામે આવેલા મીઠી વહેણાંના કાંઠે અવાવરૂ કુવામાં લાશો તરતી હોવાની ગ્રામજનોને જાણ થતાં વઢવાણ પોલીસને આ અંગે જાણ કરી હતી આથી વઢવાણ પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. જેમાં પતિ-પત્ની અને પુત્રને ખાટલાની પાટી બાંધી સામૂહિક રીતે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. એક સાથે એકજ પરિવારના ત્રણ સભ્યોએ કૂવામાં કૂદકો મારી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે વઢવાણ પોલીસના સ્ટાફે ત્રણેય મૃતકની લાશને પી.એમ અર્થે રાજકોટ મોકલી વધુ તપાસ હાથધરી હતી.