મેરાન્યૂઝ નેટવર્ક, ભોપાલ: મધ્ય પ્રદેશના વ્યાપમ કૌભાંડની તપાસમાં સામેલ આઇબીના એક વરિષ્ઠ ઇન્સપેક્ટર અજય કુમાર ખરેનું રવિવાર સાંજે માર્ગ અકસ્માતમા મોત થતા વધુ એક વખત આ મામલો ચર્ચામાં આવ્યો છે. 58 વર્ષના અજય કુમાર ખરેને ત્રિલંગા વિસ્તારમાં પૂરપાટ જતી એક કારે ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આમ આ કૌભાંડમાં અજય કુમાર શંકાસ્પદ મોતને ભેટનાર 51મા વ્યક્તિ છે. નોંધનીય છે કે આ કેસની તપાસમાં કરતા અધિકારીઓ સહિત પત્રકારોના પણ અકાળે મોત થયા છે.

ખરે કોલાર રોડ પર આક્રિતી રિટ્રીટ ટાઉનશિપમાં પોતાના નવા બની રહેલા જઇ રહ્યા હતા. શાહપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર કાળા રંગની કારે ખરેના સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી. જેથી તેમના માતા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું.

એક રાહદારીએ આ અધિકારીને કોલાર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પહોંચ્યાડ્યા હતાં જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતાં. ઘટના સ્થળે પોલીસ મોડી હોવાના પણ અહેવાલ સાંપડ્યા છે. આઇબીના અધિકારી વ્યાપમ કૌભાંડના વણઉકેલાયેલા રહસ્યોની તપાસ કરી રહ્યા હતાં.  મધ્ય પ્રદેશમાં વર્ષ 2013માં બહાર આવેલા વ્યાપમ કૌભાંડની તપાસ અને તેની સાથે જોડાયેલા લોકોના રહસ્યમય સંજોગોમાં મોત થતા આવ્યા છે અને આ મામલે હવે અજય કુમાર ખરે મોતને ભેટનાર 51માં વ્યક્તિ છે. વ્યાપમ કૌભાંડએ મધ્ય પ્રદેશની તબીબી સહિતની સરકારી નોકરીઓ માટે લેવાયલ પરીક્ષા સાથે જોડાયેલ કૌભાંડ છે જેમાં અયોગ્ય લોકોને લાંચ લઇને પાસ કરી નોકરીઓ અપાઇ છે.