મેરાન્યૂઝ નેટવર્ક, ઇટાલી: ટીમ ઇન્ડિયાના ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે ઇટાલીમાં હિન્દુવિધી લગ્ન કર્યા હતાં. તેમના લગ્નમાં નજીકના સંબંધીઓ અને ક્રિકેટર્સ હાજર રહ્યાં હતાં.  

લગ્ન બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં જણાવ્યુ હતું કે આજે અમે બંને એકબીજાને હંમેશા પ્રેમમાં બંધાયેલા રહેવાનુ વચન આપ્યુ. અમે તમને બધાને આ વાત જણાવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ.

આગામી દિવસોમાં બને મુંબઇમા રિસેપ્શન આયોજીત કરશે જેમાં બોલીવુડ, ક્રિકેટ અને ઉદ્યોગ જગતની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવશે.