મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વિજ્યા બેન્કએ અનિલ અંબાણી ગ્રુપના નેતૃત્વ વાળી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિન્યરિંગનાના દેવાને માર્ચ ત્રિમાસીકથી નોન પર્ફોર્મિંગ એસેટ (એનપીએ)ના રૂપે દર્શાવી દીધી છે. કંપનીના ઓડિટર્સે પણ હાલમાં જ કંપનીના સુચારુ રૂપથી ચાલવાની ક્ષમતા પર સંદેહ વ્યક્ત કર્યો હતો.

આ કંપનીને પહેલા પીપાવાવ ડિફેંસ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગના નામથી ઓળખાતી હતી, જે બાદમાં 2016માં અનિલ અંબાણી ગ્રુપે ખરીદી લીધી હતી અને તેનું નામ બદલીને રિલાયન્સ ડિફેંસ એન્ડ એન્જિનિયરિંગ કરી દીધું હતું. ગત વર્ષે, તેનું નામ ફરી બદલીને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ કરી દેવામાં આવ્યું હતું.

આ કંપની પર આર્થિક તંગીથી લડી રહેલ આઈડિબીઆઈના સૌથી વધુ સહિત બે ડઝનથી વધુ બેન્કોમાં અંદાજીત રૂ.9000 કરોડ રૂપિયાનું દેવું છે. મોટાભાગની દેવું આપનાર બેન્કો રાજ્ય સંચાલિત છે.

બેંગાલુરુ સ્થિત વિજ્યા બેન્કએ કહ્યું કે 12 ફેબ્રુઆરી સુધીની કાર્યવાહીની જરૂરત હતી, પણ સ્થિતિ ત્યારે બદલાઈ ગઈ જ્યારે રિઝર્વ બેન્ક એનપીએ રિજોલ્યૂશન ફ્રેમવર્ક લાવવામાં આવ્યું. જેમાં ડેબીટ રિસ્ટ્રક્ચર સહિત તમામ હયાત ફ્રેમવર્કને ખારીજ કરી દેવાયા અને બેન્કોને કહ્યું કે ચુકવણીમાં એક દિવસનું મોડું પણ ડિફોલ્ટ માનવામાં આવે અને જો કોઈ ચુકવણીનું કામકાજ 180 દિવસોમાં ન થાય, તો કંપની પર દેવાળા ફૂંકાયાની કાર્યવાહી શરૂ કરવા માટે મામલો નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી)ને મોકલવું જોઈએ.

વિજ્યા બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને ફોન પર વાત કરતાં કહ્યું કે, રિલાયન્સ નેવલ સહિત કેટલાક ખાતા તમામ ઋણદાતાઓ દ્વારા પ્રદાન વિવિધ પુનર્ગઠન યોજનાઓ, જેવું કે એસડીઆર (સ્પેશ્યલ ડોઈંગ રાઈટ્સ) અને એસફોરએ, અંતર્ગત આવતા હતા. ફેબ્રુઆરીના સર્ક્યુલર સાથે જ આરબીઆઈએ આ સાફ કરી દીધું કે તમામ ખાતા, જેની તે સમયની પુનર્ગઠનની પ્રક્રિયા શરૂ નથી થઈ, તેમને એનપીએ અંતર્ગત લેવાય.

તેમણે કહ્યું કે, રિલાયન્સ નેવલનું દેવું એસડીઆર અંતર્ગત પુનર્ગઠન થવાનું હતું. જોકે તે સમય સુધી થઈ શક્યું ન હતું, તેથી તેમના દેવાને માર્ચ ત્રિમાસીક એનપીએમાં શામેલ કરાયું છે.

અધિકારીએ આગળ કહ્યું કે, બેન્ક દ્વારા માર્ચ ત્રિમાસિકમાં રિલાયન્સ નેવલ ખાતા માટે દેવાની લેવડ-દેવડનો ખુલાસો કર્યા વગર જરૂરી જોગવાઈઓ કરાઈ હતી.

રિલાયન્સ નેવલ અનિલ અંબાણી ગ્રુપની એનપીએમાં મુકાયેલી બીજી કંપની છે. તે પહેલા ફ્લેગશિપ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન (આરકોમ), જે હવે દેવાદાર છે, તેને પણ એનપીએ જાહેર કરાઈ ચુકી છે.

રિલાયન્સ કમ્યુનિકેશનનો મામલો પહેલાથી જ એનસીએલટી પાસે છે. ઉલ્લેખનીય છે કે આરકોમ પાસે ચીન વિકાસ બેન્કના મોટાભાગે 31 બેન્કોના 45,000 કરોડથી વધુનું દેવું છે.

ત્યાં, માચ્ર 2017 સુધી રિલાયન્સ નેવલની બાકી ઉધાર 8,753.19 કરોડ રૂપિયા હતું. માર્ચ 218 ત્રિમાસિકમાં, ગત 12 મહિનાઓમાં તેનું કુલ નુકસાન 139.92 કરોડ રૂપિયાથી ત્રણ ગણું વધારીને 408.68 કરોડ રૂપિયા થઈ જશે.

માર્ચ 2018 સુધી પુરા વર્ષ માટે, ગત વર્ષે 523.43 કરોડ રૂપિયાથી વધારીને તેનું કુલ નુકસાન લગભગ બેગણું થઈને 956.09 કરોડ રૂપિયા થઈ ગયું. ધ્યાન આપવાની બાબત એ પણ છે કે નાણાકીય વર્ષ 2018ની આવકના સ્ટેટમેન્ટમાં કંપનીના ઓડિટર્સ પાઠક એચડી એન્ડ એસોસિએટ્સએ કંપનીના સુચારૂ રુપથી ચાલવાની ક્ષમતા પર શંકા વ્યક્ત કરી હતી.