મેરાન્યૂઝ નેટવર્ક.ઈંદોરઃ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે હાથમિલાવીને ચૂંટણી પ્રચાર કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલે મધ્ય પ્રદેશના ઈંદોરમાં આયોજીત કાર્યક્રમમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની મઝાક ઉડાવી હતી. હાર્દિક પટેલે રાહુલ ગાંધીનું નામ લીધા વગરત તેમની મઝાક ઉડાવી હતી. હાર્દિક પટેલ રાહુલ ગાંધીની ઓળખ અને ભાષણ દરમિયાન તેમની બોડી લેગ્વેજ પર વાત કરી રહ્યા હતા. હર્દિકે તેમની રીતે કપડા પહેરવાની સલાહ આપી હતી. હાર્દિકના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીની જેમ પોતાની બાંયો ખેંચીને નકલ કરનાર સ્ટાઈલની આલોચના કરી હતી. હાર્દિક દ્વારા આ રીતે મઝાક ઉડાવવાને કારણે કોંગ્રેસે પણ પલટવાર કરો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક પટેલ કાર્યક્રમમાં કહી રહ્યો હતો કે, ભારત મારા એકલાનું નથી પણ છતાં મારે કહેવું પડે છે કે મેરા ભારત હૈ મહાન. જો ભારત દેશને મહાન રાખવો છે, જો ભારત દેશને વધુ મજબૂત કરવો છે તો આ રેત દેશની અંદર ઘણા લોકોને આગળ આવવાની જરૂર છે. તમે જીન્સ પહેરીને આવો. ઘણી વાર અમે પણ વિચારીએ છીએ કે રાજીવ ગાંધી જ્યારે પહેલી વાર પ્રધાનમંત્રી બનીને રાજસ્થાન પહોંચ્યા હતા તો જોધપુરી શૂટ પહેરીને પહોંચ્યા હતા. ત્યારે જઈને દેશે તેમને સ્વીકાર્યા હતા તે સમયે. સમય તે જ બદલી રહ્યો છે જો આપ ખાદી છોડશો અને આવું-આવું બંધ કરી દેશો તો દેશ આપને સ્વીકારશે. જો તમારો કુર્તો ઉતરી જાય છે તો અહીં કાંઈક લગાવો યા પછી ઓછો કરી દો (રાહુલ ગાંધીની નકલ કરતાં) આમ દેશ નહીં ચાલે

કોંગ્રેસ પાર્ટીની તરફથી હાર્દિક પટેલને જવાબ મળ્યો કે, એક કોંગ્રેસ નેતાએ મીડિયાને કહ્યું, મને ખબર છે કે હાર્દિક પટેલ આજકાલ ડિઝાઈનરનું પણ કામ કરે છે. મને તો એવું હતું કે હાર્દિક પટેલ ખેડૂતોનો નેતા છે, યુવાન છે, ઉર્જા છે તેમાં, આગળ વધવાની બહુ જલદી છે.. આ તો ડિઝાઈનર જ કહે છ કે કુર્તો કેવો હોવો જોઈએ, કોલર કેવો હોવો જોઈએ. જુઓ રાહુલ ગાંધીને સમજાવવા કે શીખામણ આપવાની જરૂરત નથી.