મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ દરિયાયામાં હાલ સક્રિય વાયુ નબળું પડી અને ડિપ ડિપ્રેશનના સ્વરૂપે કચ્છમાંથી પસાર થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સોમવારે સાંજ સુધી વાયુ પસાર થશે. સોમવારે સાંજ સુધીમાં વાયુ લખપત અને માંડવી વચ્ચે અથડાઈ શકે છે. હાલ સંભવિત વાવાઝોડના પગલે મુંદ્રા અને માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે.

વાયુની સંભવિત અસરથી બચવા માટે કચ્છમાં સરકાર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. કચ્છ પ્રસાશન દ્વારા રેસ્ક્યુ તેમજ રાહત અને બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત રખાઈ છે. કચ્છમાં હાલમાં દરિયામાં વાયુના કારણે ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. કચ્છના કલેક્ટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.