મેરાન્યૂઝ.વોશિંગટનઃ અમેરિકી સરકારે એચ-વનબી વીઝા અરજીઓને ફટાફટ પુરી કરવાની સેવા શરૂ કરી દીધી છે. પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ પર પાંચ મહિના પહેલા તાત્કાલીક ધોરણે રોક લગાવી દીધી હતી. પણ હવે કોંગ્રેસ તરફથી નિર્ધારિત સીમા અંતરગ્ત તમામ શ્રેણીઓના વીઝાની પ્રક્રિયા પર કામ શરૂ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે એચ-વનબી વર્ક વીઝા ભારતીય પ્રોફેશનલ્સમાં ઘણો લોકપ્રિય છે. આ એક નોન-ઈમીગ્રન્ટ વીઝા છે જે અંતર્ગત અમેરિકી કંપનીઓ પોતાના વિદેશી કર્મચારીઓને વીઝા અરજી કરે છે.

એક મીડિયા રીલિઝથી બતાવાયું કે, અમેરિકી નાગરિત્તા અને ઈમીગ્રેશન સેવેને સોમવારે નાણાકીય વર્ષ 2018 માટે તમામ શ્રેણીઓ માટે એચ-વનબી અરજીઓની પ્રિમિયમ પ્રોસેસિંગ ફરી પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

નાનાકીય વર્ષ 2018 માટે એચ-વનબી વીઝાની લીમીટ 65,000 નક્કી કરાઈ છે. રિલીઝમાં કહેવાયું છે કે તેમના સિવાય તે 20,000થી વધુ અરજીઓને પ્રીમિયમ પ્રોસેસિંગ પણ પુનર્સ્થાપિત થઈ ગઈ છે જેમને અમેરિકાથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને તેમની નિયુક્તિ માટે અલગ રાખવામાં આવ્યું છે. જ્યારે કોઈ અરજી એજન્સીથી પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વીસની દરખાસ્ત કરે છે તો યૂએસસીઆઈએસ 15 દિવસના અંદર પ્રક્રિયા પુરી કરવાની ગેરંટી આપે છે.

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

ફેસબુક પેજ: https://www.facebook.com/Meranewsonline/  

ટ્વિટર: https://twitter.com/meranewsonline