મેરાન્યૂઝ નેટવર્ક.બહરાઈચઃ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી પહેલા નરેન્દ્ર મોદીએ વિદેશોમાં છૂપાયેલા કાળાનાણા પાછા લાવવાની અને તે નાણા દેશના લોકોમાં વહેંચી દેવાની અને બેન્ક ખાતાઓમાં જમા કરવાની વાત કરી હતી. ત્યારે તેમણે નહીં વિચાર્યું હોય કે આ દિવસ પણ જોવાનો વારો આવશે.

બન્યું એવું કે, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો કાળુ નાણું પાછું આવી જાય તો દરેક ભારતીયના ભાગમાં રૂ.15 લાખ આવશે. આ વાત દેગર છે કે ચૂંટણી પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ વાતને એક ‘જુમલો’ કહ્યો હતો. જોકે પીએમ મોદીના વાયદાને સત્ય માનીને ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક શખ્સ પોતાના ભાગના રૂ.15 લાખ લેવા બેન્ક પહોંચ્યો હતો.

બહરાઈ જિલ્લાના ધનરાજપુરનો નિવાસી મોજીલાલ નામનો એક યુવક ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યાના અરસામાં જરવલ સ્થિત અલ્હાબાદ બેન્કની શાખામાં પહોંચ્યો હતો. બેન્કમાં આવ્યા પછી તેને અહીં હાજર બેન્ક કર્મચારીઓને કહ્યું મોદીજીએ જે 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો તે હજુ સુધી તેને મળ્યા નથી. તેવામાં બેન્કના લોકો તેને તે રકમ આપી દે.

જ્યારે બેન્ક અધિકારીઓએ તેની આ અજીબ માગણીને માનવાનો ઈનકાર કર્યો, તો તેણે પોતાના હાથમાં લિધેલા લગભગ 7 લીટરના પેટ્રોલને બેન્કની શાખામાં ઉડાવી દીધું. જોકે તે આગ લગાવવાના પોતાના ઈરાદામાં સફળ થયો નહીં.

બાદમાં તો શું, બેન્કમાં અફરા તફરી મચી ગઈ, આનન-ફાનનમાં પોલીસને બોલાવવામાં આવી, જેણે ઘટના સ્થળ પર પહોંચી યુવકને કાબુમાં કર્યો. પોલીસે કહ્યું કે ધરપકડ કરીને તપાસ કરી છે. આ મામલામાં જરવલની પોલીસ ચોકીના પ્રભારીએ કહ્યું કે યુવક માનસીક બીમાર છે તેવી માહિતી મળી છે. તેના પરિવારને આ ઘટનાની જાણ કરી છે. હાલ આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.