મેરાન્યૂઝ નેટવર્ક, મગહર: ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. આ પહેલા બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યા પહોંચ્યા હતા અને કબીરની મજાર પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને આ ધર્મસ્થળનું વ્યવસ્થાપન કરતા લોકો દ્વારા પહેરવા માટે ટોપી આપી હતી. જો કે યોગીએ આ ટોપી પહેરવાથી ઇનકાર કરી દીધો હતો. યોગીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં દેખાય છે કે યોગીના માથા પર જેવી ટોપી પહેરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તરત જ યોગીએ ટોપી પહેરવાથી ઇનકાર કરી દીધો. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે સદભાવના ઉપવાસ દરમિયાન એક ધાર્મિક વડા દ્વારા ટોપી પહેરાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ મોદીએ ટોપી પહેરી ન હતી અને માત્ર સાલ સ્વિકારી હતી. યોગી દ્વારા ટોપી પહેરવાનો ઇનકાર કરતી ઘટનાનો વીડિયો પણ અહીં પ્રસ્તુત છે.