મેરાન્યૂઝ નેટવર્ક, લખનૌ: ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પોલીસકર્મીઓ વચ્ચે શાબ્દિક ટપાટપીની ઘટનાઓ ઓછું થવાનું નામ નથી લઇ રહી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઉત્તર પ્રદેશના ઇલાહાબાદ શહેરની ઉત્તર બેઠક પરથી ભાજપ ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયી વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ સાથે ગેરવર્તણુક કરતા નજરે પડે છે.

એક મીડિયા ગૃપ દ્વારા જ્યારે આ વીડિયો અંગે હર્ષવર્ધનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો તો તેમણે ફોન રિસિવ કર્યો ન હતો. કથિત રીતે શનિવારે હર્ષવર્ષન વાજપીની બોલાવ્યા વિના ઉત્તર પ્રદેશના સ્વસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્વસ્થ્ય મંત્રીના નિવાસ સ્થાને રાજ્યપાલ રામ નાઇક પણ તેમની પહેલા આવેલા હતા. જેથી સુરક્ષામાં હાજર એએસપીએ જ્યારે ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયીને રોક્યા તો તેઓ નારાજ થઇ ગયા અને એએસપી સુકિર્તિ માધવ અને આઇજી રમિત શર્મા સાથે શાબ્દિક ટપાટપી કરી ગેરવર્તુણુક કરવા લાગ્યા.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોતની કારમાં ભાજપ ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયી બેઠા છે અને તેમની પાસે આવીને વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો અહીં પ્રસ્તુત છે.