મેરાન્યૂઝ નેટવર્ક.ટોક્યોઃ દુનિયાના તેલ ઉત્પાદક દેશોમાં અમેરિકા 2019માં રુસને પાછળ મુકીને પહેલા નંબરનું સ્થાન લઈ લેશે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ મંગળવારે કહ્યું કે અમેરિકાના શેલ ઓઈલ ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે.

ગ્લોબલ ઓઈલ માર્કેટમાં તે રુસને જલ્દી જ પાછળ મુકી દેશે. આઈઈએના એક્સિક્યૂટિવ ડાયરેક્ટર ફાતિહ બિરોલે કહ્યું ટોક્ટોમાં એક ઈવેન્ટમાં કહ્યું કે જો આ વર્ષે નહીં તો આગામી વર્ષે નિશ્ચિત રીતે અમેરિકા કાચા તેલના ઉત્પાદનમાં રુસને પછાળશે અને નંબર 1 બની જશે.

રોયટર્સ સાથે વાતચિતમાં તેમણે કહ્યું કે, અમેરિકાની શેલ ઓઈલની ગ્રોથ ઘણી મજબુત છે, થોડા જ સમયમાં અમેરિકા શેલ ઓઈલ પ્રોડક્શનમાં પહેલા સ્થાન પર આવી જશે.

1970માં પહેલીવાર શેલ ઓઈલના પ્રોડક્શન કરનાર અમેરિકાના ઉત્પાદન પ્રતિદિન 10 મિલિયન બેરલ સુધી પહોંચી ચુક્યું છે. અમેરિકાએ હાલમાં જ સાઉદી અરબને પછાડી ક્રૂડ પ્રોડક્શનમાં બીજો નંબર મેળવ્યો છે.

આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના ઉર્જા પ્રસાસન વિભાગે કહ્યું હતું કે, 2018 ના અંત સુધી ક્રૂડ આઉટપુટ 11 મિલિયન બેરલ પ્રતિદિન સુધી પહોંચી શકે છે. જો તેવું થાય તો અમેરિકા ક્રૂડ પ્રોડક્શનમાં રુસને પછાડી દેશે. બિરોલે કહ્યું કે, હું નથી માનતો કે આવનારા 4થી 5 વર્ષમાં અમેરિકામાં ક્રૂડ પ્રોડક્શનમાં કમી નહીં આવે.