મેરાન્યૂઝ નેટવર્ક.ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ)ના એન્ટોનિયો ગુટરેસએ સદસ્ય દેશોને પત્ર લખીને યુએનની આર્થિક પરિસ્થિતિઓ અંગે કહેવાયું છે. યુએનના સચિવ દ્વારા લખાયેલા આ પત્રથી એ જાણી સાફ ખ્યાલ આવે છે કે હાલ સંયુક્ત રાષ્ટ્ર આર્થિક કટોકટી સામે લડી રહ્યું છે. ગુટરેસે આ વાતની તરફ ઈશારો કર્યો કે હવે યુએનમાં ફંડની ઘણી ઉણપ ચાલી રહી છે અને જો તેવું રહ્યું તો તેમણે જરૂરી કાપ મુકવો પડશે.

એન્ટોનિયો ગુટરેસે પોતાના પત્રમાં લખ્યું કે યુએનમાં હાલ નાણાંની ઘટ્ટ ચાલી રહી છે. તે સંસ્થામાં આ વર્ષે કેશ ફ્લો ક્યારેય આટલો ધીમો નહોતો ચાલ્યો. આ નાણાકીય પરેશાની પાછળ તેમણે સદસ્ય દેશો દ્વારા સહયોગ આપવામાં મોડું થવાનું કારણ દર્શાવ્યું છે.

યુએનનું કોર બજેટ હાલ 5.4 બિલિયન ડોલર્સ છે અને 2018-19 માટે 7.9 બિલિયન ડોલર્સનું બજેટ પીસ કીપિંગ ફોર્સ માટે છે. સંયુક્ત રાષ્ટ્રના 193 સદસ્ય દેશોમાંથી 112 દેશોએ પોતાનું બજેટ ચુકવી દીધું છે. 81 દેશોને હજુ પણ ડિફોલ્ટર્સની યાદીમાં રખાયા છે. જે દેશોમાં અફ્ઘાનિસ્તાન, બાંગલાદેશ, બ્રાઝીલ, મિસ્ર, ઈઝરાયેલ, પાકિસ્તાન, સાઉદી આરબ, અમેરિકા અને જિમ્બામ્બવે જેવા દેશ છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા યુએનના બજેટમાં સૌથી વધુ સહયોગ આપે છે. અમેરિકા યુએનના કોર બજેટમાં 22 ટકા અને પીસ કીપિંગ બજેટમાં 28.5 ટકાનું યોગદાન આપે છે. પણ પોતાના બજેટ વર્ષ અનુસાર તે હંમેશા પોતાનું યોગદાન મોડું આપે છે.