મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગંગાની સફાઈ કાર્યક્રમને લઈને બાબા રામદેવ દ્વારા નિતિન ગડકરી સાથે તુલના કરવા પર કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ યોગ ગુરુ બાબા રામદેવને પત્ર લખીને કહ્યું કે, તેમના મોંથી નિકળેલા આવા કોઈ પણ જુમલા તેમને હાની પહોંચાડી શકે છે.

બાબા રામદેવને પત્રમાં મંત્રીએ લખ્યું કે, મને આપ દ્વારા ગંગાની વિવેચના કરતા સમયે બે મંત્રીઓની તુલના અજીબ લાગી છે. હું સ્વયં પણ નિતિન ગડકરીજીની પ્રશંસક છું. તેમણે કહ્યું કે પુરી દુનિયા સામે લંડનથી કોઈ ટીવી ચેનલ પર મારા અંગે ચર્ચા કરતા સમયે કદાય આ બાબત આપે ધ્યાને ન લીધી કે તમે ખાનગી રીતે મારા આત્મસન્માનને આઘાત પહોંચાડી રહ્યા છો.

તેમણે કહ્યું કે, આઠ વર્ષની ઉંમરથી અત્યાર સુધી 50 વર્ષોમાં મેં ઘોર પરિશ્રમ, વિચારનિષ્ઠા અને રાષ્ટ્રવાદ મારી તાકાત છે અને આ વિશ્વસનીયતાને રાજનીતિમાં મને યોગ્ય સ્થાન અપાવ્યું છે. ચાલાકી, ચાંપલૂસી અને ષડયંત્રો કરવાનું મને આવડતું નથી તેના વગર મારું કામ ચાલી ગયું છે અને આગળ પણ ચાલશે.

તેમણે કહ્યુ, આપ મારા માર્ગદર્શક રહ્યા છો. ઓક્ટોબર મહિનામાં ગંગોત્રીથી ગંગાસાગર સુધી લાખો લોકો ગંગાના કિનારે સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગીદારી કરશે. હું આપને અને તમામ સંતોને તે માટે નિવેદન કરું છું. જોકે આપે સાર્વજનિક રીતે ટીપ્પણી કરી છે, તેથી હું આ પત્રને સાર્વજનીક કરીશ.

ઉલ્લેખનીય છે કે લંડનમાં એક ટીવી ચેનલ સાથે વાત કરતાં રામદેવએ ગંગા સ્વચ્છતા કાર્યક્રમ સંદર્ભે એક સવાલના જવાબમાં કહ્યું કે ઉમાજીની ફાઈલ ઓફીસમાં અટકી જાય છે જ્યારે ગડકરીજીની ફાઈલ નથી અટકતી. તેમણે કહ્યું હતું કે દેશમાં સૌથી વધુ કોઈ મંત્રીનું કામ દેખાય છે તો તે નિતિન ગડકરીનું છે.

જોકે ઉમા ભારતીએ પત્ર બાદ રામદેવનું પણ નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટ કર્યું છે અને પોતાના નિવેદનનું સ્પષ્ટીકરણ પણ કર્યું છે.

તેમણે કહ્યું કે, ઉમા ભારતીજી સાથે મારા આધ્યાત્મિક ભાઈ-બહેન જેવા સંબંધ છે. તેમના સન્માનને ઠેસ પહોંચાડીવાની મારી કોઈ મહેચ્છા ન હતી. મારો મતલબ ગંગાની કાર્યયોજના પર તેમને પડી રહેલી પ્રારંભીક તથા પ્રશાસનિક તકલીફો તરફ ઈશારો કરવા માટેનો જ હતો. તેમણે ગંગા-નિષ્ઠા અને ધર્મ-નિષ્ઠા તથા રાષ્ટ્ર-નિષ્ઠા પ્રશંસનીય છે.