મેરાન્યૂઝ નેટવર્ક.તિરુવનંતપુરમ્: કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં 50 વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાઓએ બુધવારે મંદિરમાં પ્રવેશ કર્યો છે. આ મહિલાઓનો વીડિયો પણ સામે આવ્યો છે. જે ઝળપથી વાયરલ થઈ રહ્યો છે. આ બંને મહિલાઓ સવારે મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી જ ગઈ હતી. જોકે તેમને મુખ્ય ભાગમાં જ રોકી દેવામાં આવી.

કોઝિકોડની રહેવાસી બિંદુ અને મલ્લાપુરમની રહેવાસી કનકદુર્ગાએ કહ્યું કે, તેઓએ અડધી રાત્રે જ અય્યપ્પા મંદિરનું ચઢામ શરૂ કર્યું હતું અને સવારે અંદાજીત પોણા ચાર વાગ્યાના સુમારે તેઓએ મંદિરના દર્શન કર્યા. બંનેએ તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ દરમિયાન તેમની સાથે સાદા યુનિફોર્મમાં ઘણા પોલીસ કર્મીઓ હતા.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડીએ પણ બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વિરોધના કારમે તે મંદિરમાં પ્રવેશ કરવામાં અસફળ રહી હતી. જો આપને યાદ હોય તો 23 ડિસેમ્બરે 11 મહિલાઓનો એક સમૂહ પણ અંદર જવા માગતો હતો. જોકે તે પ્રયત્નમાં પણ વિરોધને કારણે તે સફળ થઈ શકી ન હતી.

સુપ્રીમ કોર્ટે દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાની મંજુરીનો આદેશ આપ્યો છે, છતાં ભગવાન અય્યપ્પાના ભક્ત મહિલાઓની એન્ટ્રીને રોકે છે. પરંતુ આજે જ્યારે બે મહિલાઓએ પ્રવેશ કર્યો ત્યારે સેંકડો વર્ષો જુની પરંપરા તૂટી ગઈ છે. આ મહિલાઓની ઉંમર 40 વર્ષની આસપાસની કહેવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ પણ જ્યારે તેમણે ચઢાણ શરૂ કર્યું ત્યારે હાજર હતા જોકે તે સમયે કોઈએ આ મહિલાઓને સવાલ કર્યો ન હતો. આ ઘટના બાદ મંદિરના પુજારીઓએ મંદિરને શુદ્ધીકરણ માટે બંધ કરી દીધું હતું.

#WATCH Two women devotees Bindu and Kanakdurga entered & offered prayers at Kerala's #SabarimalaTemple at 3.45am today pic.twitter.com/hXDWcUTVXA

— ANI (@ANI) January 2, 2019