મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ટ્વિટરના CEO અને કો-ફાઉન્ડર જેક ડોર્સીએ ગઈકાલે પોતાના CEO પદેથી રાજીનામુ આપ્યું ત્યાર બાદ ભારતિય મુળના પરાગ અગ્રવાલને ટ્વિટરના CEOનો પદભાર સોંપવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષથી પરાગ અગ્રવાલ ટ્વિટર સાથે જોડાયેલા છે. છેલ્લે તેઓ ટ્વિટરમાં ચીફ ટેકનોલોજી ઓફિસર હતા ત્યાર બાદ હવે તેમને CEO બનાવવામાં આવ્યા છે.

હવે પરાગ અગ્રવાલે પડદા પાછળથી સિલિકોન વેલીની સર્વોચ્ચ અને રાજકીય રીતે અસ્થિર નોકરીઓમાંથી એક સર્વોચ્ચ પદ મેળવ્યું છે. તે જે વ્યક્તિને સ્થાને હવે કાર્યભાર સંભાળવાના છે તે, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને ટેસ્લાના ઇલોન મસ્કસ સેલીબ્રીટી જેવું સ્ટેટસ ઘરાવે છે, પરંતુ ભારતનો 37 વર્ષીય ઇમિગ્રન્ટ અગ્રવાલ સેલિબ્રિટી સીઇઓની હરોળની બહારથી આવે છે. તેમની નક્કર તકનીકી બેક્ગ્રાઉન્ડ જોતા એવું લાગે છે કે ટ્વિટરના કેટલાક મોટા ટેકેદારો કંપનીના આગામી પ્રકરણમાં નવા અને યોગ્ય માણસો શોધી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

આઇઆઇટી-બોમ્બે ગ્રેજ્યુએટ 37 વર્ષીય પરાગ અગ્રવાલે જેક ડોર્સીના સ્થાને નવા ટ્વિટર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સ્થાન લીધું છે, જે ટોચની 500 કંપનીઓમાં સૌથી યુવા સીઇઓ બન્યા છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વાનુમતે તેમને નવા સીઇઓ તરીકે નિમણૂંક કરી હતી.

પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ બનવાના સમાચાર સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. કેટલાક લોકો પરાગ અગ્રવાલના સીઈઓ બનવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક જેક ડોર્સીની વિદાય અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ જેક ડાર્સીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્વિટરના સીઇઓ તરીકે ખસી જવા અંગે પ્રતિક્રિયા આપી છે. કંગના રનૌતે લખ્યું છે, 'બાય ચાચા જેક.' તેની આ કમેન્ટમાં ખુશી વ્યક્ત થઈ રહી હતી અને નવા સીઈઓ માટેની શુભેચ્છાઓ જોવાઈ રહી હતી.