મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ હાલમાં જ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો તે બાદ હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રની બાકી હસ્તિઓએ પણ પોતાની સાથે થયેલા યૌન દુરવ્યવહાર સામે અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો છે. નાના પાટેકર બાદ જ્યાં ડાયરેક્ટર વિકાસ બહલ, સિંગર કૈલાશ ખેર અને મોડલ જુલ્ફી સૈયદ પર પણ યૌન દુરવ્યવહારનો આરોપ લાગ્યો છે. ત્યાં હવે ટીવી ફિલ્મ જગતના ‘સંસ્કારી બાપૂ’ આલોક નાથ પર પણ યૌન શોષણનો આરોપ લાગ્યો છે.

રાઈટર અને ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોકનાથ પર રેપનો આરોપ લગાવતા એક ફેસબુક પોસ્ટમાં પુરા મામલાને પબ્લીક સામે ખુલ્લો મુકી દીધો છે. આ પોસ્ટમાં વિંટાએ વિસ્તારથી કહ્યું કે કેવી રીતે આલોક નાથે 1994માં પોપ્યુલર શો તારા દરમિયાન તેમની સાથે રેપ કર્યો હતો. જોકે પુરી પોસ્ટમાં વિંટાએ આલોકનાથનું ક્યાંય નામ લીધું નથી.
પોસ્ટમાં વિંટાએ લખ્યું છે કે, તેની પત્ની મારી ખાસ મિત્ર હતી. અમે બંને એક બીજાના ઘર પાસે જ રહેતા હતા અને મિત્રો પણ કોમન હતા. તેમાંથી વધુ થિયેટરથી હતા. તે દિવસોમાં એક ટીવીના નંબર 1 શો તારા ને પ્રોડ્યુસ કરી રહી હતી અ લખી પણ રહી હતી. તે મારા શોની લીડ હિરોઈનના પાછડ પડ્યા હતા, પણ તેમને તેમાં રસ ન હતો. તે દારુડિયા હતા, બેશર્મ હતા અને ધૃણાસ્પદ પણ... પણ તે દશકમાં ટીવી સ્ટાર પણ હતા. તેથી ખરાબ વર્તન માટે ન ફક્ત તેમને માફ કરી દેવાતા હતા પણ ઘણા લોકો તેમને ખરાબ કરવા માટે પ્રોત્સાહિત પણ કરતા રહેતા હતા.

તે મારી હિરોઈન સાથે ગેરવર્તન કરતા જતા હતા. બાબત ત્યાં સુધી આવી ગઈ કે મારા શોની હિરોઈને તેમને થપ્પડ મારી દીધી હતી અને અમે તેમને શોથી હાંકી કાઢ્યા હતા. બાદમાં એક વાર મને આ શખ્સના ઘરની પાર્ટીમાં બોલાવવામાં આવી. તેમની વાઈફ (જે મારી અંગત મિત્ર હતી) શહેરથી બહાર હતી. અમારા તમામ દોસ્તોનું મળવું સામાન્ય હતું, તો એવું કાંઈ અમે વિચાર્યું પણ ન હતું. પણ જેમ સાંજ ઢળી, મારા ડ્રિંક્સમાં કાંઈક મિલાવી દેવાયું હતું અને મને અજીબ લાગી રહ્યું હતું. રાત્રે 2 વાગ્યે હું તેમના ઘરેથી નીકળી હતી. કોઈએ મને ડ્રોપ કરવા માટે ન કહ્યું. મને લાગવા લાગ્યું કે અહીં વધુ સમય રહેવું યોગ્ય નથી. મેં ખાલી રસ્તાઓ પર એકલા ચાલવાનું શરૂ કરી દીધું, જોકે મારું ઘર ઘણું દુર હતું... પણ છતાં વચ્ચે રસ્તામાં તેમણે મને રોકી દીધી.

તે પોતાની ગાડી ચલાવી રહ્યા હતા અને ગાડી રોકીને મને ઘરે ડ્રોપ કરવા કહ્યું. મેં વિશ્વાસ કરીને તેમને હા કહી અને ગાડીમાં બેસી ગઈ. તે પછી મને હળવું હળવું યાદ છે. મને યાદ ચે કે વધુ દારુ મારા મોંઢામાં નાખી અને ઘણી હીંસા કરવામાં આવી. આગલી સવાર જ્યારે હું ઉઠી તો મને ઘણું દુઃખતું હતું. મારો ફક્ત બળાત્કાર કરવામાં નથી આવ્યો પણ મને ઘરે લઈ જઈને નૃશંસ વ્યવહાર કરવામાં આવ્યો. હું મારા બેડ પરથી ઉઠી ન શકી. મેં કેટલાક મિત્રોને આ અંગે કહ્યું, પણ તે તમામે મને ભુલીને આગળ વધવાની સલાહ આપી.

હવે સૌથી દર્દનાક હિસ્સો... તે મુખ્ય કારણ કે હું કેમ અત્યાર સુધી ચુપ રહી અને કેમ અત્યાર સુધી ખુલીને ન બોલી શકી. હું જ્યારે નવી સીરીજ પર કામ કરી રહી હતી તો મને આ શખ્સે પોતાના ઘરે બોલાવી અને હું ફરી ટોર્ચર થવા તેના ઘરે જતી રહી. મારે નોકરી જોઈતી હતી (કારણ કે મારી કંપની પહેલા જ બંધ થઈ ચુકી હતી) અને હું તે નોકરી છોડવા માગતી ન હતી કારણ કે મારે નાણાંની જરૂર હતી... પણ તે બાદ મેં નોકરી છોડી દીધી...

વિંટાની પોસ્ટ અહીં જ ખતમ નથી થતી. તેમણે આગળ પણ પોતાની પોસ્ટ પર લખ્યું છે જે અહીં સમાવાયું નથી. જોકે આ તમામ મામલો સામે આવ્યા બાદ આલોક નાથે પોતાનો પક્ષ મુકતા આજતક ચેનલ સાથે વાતચિત કરી હતી તેમણે કહ્યું તે બાબત ખોટી છે, હું વિંટાને સારી રીતે ઓળખું છું અને હાલ આ મામલા પર ચુપ રહેવાનું જ યોગ્ય માનું છું. તેમણે આગળ કહ્યું કે સમય આવવા પર યોગ્ય બાબત સામે આવી જ જશે.