મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અમેરિકી પ્રતિબંધ છતાં જ્યાં ભારતે રુસ સાથે એસ-400 ડિફેન્સ મિસાઈલ્ સિસ્ટમ ખરીદવાની સમજૂતી કરી ત્યાં હવે ઈરાન પર અમેરિકી પ્રતિબંધ છતાં સતત કાચુ તેલ ખરીદવું અમેરિકાને પસંદ પડતું નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ઈરાન પર પ્રતિબંધના હવાલાથી પુરી દુનિયાને ધમકી આપતા કહ્યું છે કે 4 નવેમ્બર બાદ જો કોઈ દેશ ઈરાનનું કાચું તેલ ખરીદશે તો સખ્તથી સખ્ત પગલા લેવામાં આવશે અને તેના માટે તે તૈયાર રહે.

ડોનાલ્ડ ટ્રંપએ ઈરાનનું કાચું ચેલ આયાતને લઈને ચેતાવણી આપતાં કહ્યું છે કે, 4 નવેમ્બર સુધી ઈરાન પાસેથી કાચુ તેલ આયાત કરવાને ઘટાડીને શૂન્ય ન કરી દેનાર ‘દેશને પણ અમેરિકા જોઈ લેશે’. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન જેવ દેશ ઈરાન પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખવા અંગે જ્યારે ટ્રંપને પુછવામાં આવ્યું ત્યારે ટ્રંપે કહ્યું કે, ‘અમે તેમને પણ જોઈ લઈશું’.

ટ્રંપે મે મહિનામાં અમેરિકાને 2015માં થયેલી ઈરાન પરમાણું સમજૂતીથી અલગ કરી લીધા હતા અને તે પર ફરીથી પ્રતિબંધ લગાવ્યા. ટ્રંપએ ઈરાનથી તેલ આયાત કરનાર દેશોને 4 નવેમ્બર સુધી પોતાની આયાત ઘટાડીને શૂન્ય કરી દેવા માટે કહ્યું છે. સાથે જ આવું ન કરનાર દેશો પર પ્રતિબંધ લગાવાને પણ ચેતાવણી આપી દીધી છે.

તે પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે રુસથી પાંચ અબજ ડૉલરના સૌદામાં એસ-400 હવાઈ સુરક્ષા સિસ્ટમ ખરીદવા પર ભારત સામે અમેરિકી કાયદા અંતર્ગત દંડનાત્મક કાર્યવાહી થાય છે અવા નહીં તે અંગે જલ્દી જ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

પાંચ બિલિયન ડૉલરની આ મેગા ડિફેન્સ ડીલ પર અમેરિકા કાટસા પ્રતિબંધ (કાંઉન્ટરિંગ અમેરિકન એડવર્સરીઝ થ્રુ સેકશન્સ-CAATSA) લગાવી શકે છે. ગત મહિનામાં અમેરિકાએ ચીન પર આ જ બેન લગાવ્યો હતો. ત્યારે ચીને રુસથી યુદ્ધ વિમાન અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી.

અમેરિકાએ પોતાના વિરોધીઓ સામે પ્રતિબંધ લગાવવા માટે ‘કાઉન્ટરિંગ અમેરિકાન એડવર્સરીઝ થ્રુ સેકશન્સ એક્ટ’ (કાટ્સા) કાયદો બનાવ્યો છે. તે અંતર્ગત રુસ સાથે હથિયાર સૌદા પર અમેરિકી પ્રતિબંધોથી ભારતને છૂટ આપવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે જ છે.

કાટ્સા અમેરિકાનો સખ્ત કાયદો છે. જે અંતર્ગત ઈરાન, દક્ષિણ કોરિયા અને રુસ પર પ્રતિબંધ લગાવાયો છે. ભારત અને રુસ વચ્ચેના સૌદા અંગે પુછવા પર ટ્રમ્પે બુધવારે કહ્યું, ‘ભારતને ખબર પડી જશે’. તેમણે કહ્યું કે ભારતને જલ્દી જ ખબર પડવાની છે. જ્યારે ટ્રંપને પુછાયું કે ક્યારે ખબર પડશે તો તેમણે કહ્યું કે, ‘તમે જોઈ શકશો, આપ જેટલું વિરાચી રહ્યા છો તેનાથી પહેલા’