મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં ગુરુવારે જૈશ-એ-મોહમ્મદના એક આતંકીએ દેશના અત્યાર સુધીના આત્મઘાતી હુમલો કરીને અંજામ આપતા હુમલામાં સીઆરપીએફના ૪૦ થી વધુ જવાનો શહીદ થયા છે. જ્યારે 45થી પણ વધારે જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે સમગ્ર દેશના પ્રજાજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જીલ્લાના પ્રજાજનોમાં શોકનો માહોલ છવાયો છે. જીલ્લામાં ઠેર ઠેર વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી અને મૌન કેન્ડલ રેલી યોજી હતી. ગુરુવારે રાત્રીના સુમારે ડીપ વિસ્તારમાં સમાજસેવી નિલેશ જોશી અને જેસીઆઈ ટિમ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજી હતી.

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચાર રસ્તા પર વિવિધ સંસ્થાઓ,અગ્રણીઓ અને નગરજનો સ્વયંભૂ ઉમટી પુલવવામાં સી.આર.પી.એફના ૨૫૦૦ થી વધારે જવાનોના કાફલા પર આતંકી હુમલો થતા ૪૦ થી વધુ જવાનો શહીદ થતા લોકોની આંખો ભીની થઈ જવાની સાથે રડી પડ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર રસ્તા ખાતે કેન્ડલમાર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી. બાયડ તાલુકા કોંગ્રેસે આતંકવાદી પૂતળા દહન કરી પાકિસ્તાન મુર્દા બાદના નારા લગાવી મૌન રેલી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી.