મેરાન્યૂઝ નેટવર્ક.અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં મોટી રેલ દુર્ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. પઠાણકોટથી અમૃતસર તરફ જઈ રહેલી આ ટ્રેનની દુર્ઘટના થઈ ગઈ છે. તેમાં 50 લોકોના મોતની આશંકા દર્શાવાઈ રહી છી.

કહેવાય છે કે, આ ઘટના ચૌડા બજાર નજીક થઈ થે. આ ઘટના તે સમયે બની જ્યારે ટ્રેનના પાટા પાસે રાવણનું પુતળું સળગાવાઈ રહ્યું હતું જેને જોવા લોકો ટ્રેક પાસે ઊભા હતા. એવી આશંકા છે કે ટ્રેન લોકોની ભીટ પર ચઢી ગઈ જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે. કહેવાઈ રહ્યું છે કે આ ઘટના સમયે ભારે દોડધામ મચી ગઈ હતી.

આ ઘટના અમૃતસરના જોડા ફાટક પાસે થયો છે. ઘટના સ્થળથી હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયા છે. જ્યાં ઘણી લાશો વિખરાયેલી પડી છે. નજરે જોનારાઓ કહે છે કે ટ્રેની સ્પીડ ઘણી હતી, જ્યારે ભીડ વાળા વિસ્તારોને જોતા તેની સ્પીડ ઓછી હોવી જોઈતી હતી.