મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ ટેલીકોમ બુથ (PCO)ની જેમ પબ્લીક ડેટા ઓફિસ પ્રોવાઈડર્સ (PDOs)નો આઈડિયા આપ્યો છે. વાઈફાઈ કનેક્ટીવીટીને વધારવા માટે આ જગ્યાએ જગ્યાએ પીડીઓએસ લગાવાશે જેનાથી તમે પણ સસ્તા વાઈફાઈ વાપરી શકશો. તેનાથી વાઈફાઈ સસ્તામાં તમને મળશે અને 90 ટકા સુધી સસ્તા થશે.

ટ્રાઈએ પબ્લીક વાઈફાઈનું આ મહત્વકાંક્ષી મોડલ દેશમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટને વધારવા માટે રજુ કર્યું છે. ટ્રાઈએ કહ્યું કે ભારત વિશ્વના અન્ય દેશોમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટમાં પાછળ રહ્યું છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ માટે ટ્રાઈ નાની કંપનીઓ દ્વારા આ વિસ્તારોમાં પણ વાઈફાઈ કનેક્ટીવીટી વધરાવા માગે છે. ટ્રાઈના મુજબ PDOsમાં વાઈફાઈની કિંમત રૂ. 2થી શરુ થશે.

ટ્રાઈએ આ મોડલને તૈયાર કરી ટેલિકોમ વિભાગને મોકલી આપ્યું છે. આ મોડલમાં ઘણા સર્વિસ પ્રોવાઈડર્સ એક પ્લેટફોર્મ પર આવીને ઈન્ટરનેટ એક્સેસ, સર્વિસિસ પેમેન્ટ અને ઓથેન્ટિકેશન ઉપલબ્ધ કરાવાશે. ટ્રાઈના ચેરમેન આર એસ શર્માએ કહ્યું કે, ડીજીટલ ઈન્ડિયાના સપનાને પુર્ણ કરવા માટે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ જરૂરી છે. તેવામાં વાઈફાઈ સૌથી સસ્તુ માધ્યમ છે, જેની કિંમત ઓછી છે અને સ્પેક્ટ્રમ ફ્રી છે.

PDOs એવી કંપનીઓ કે નાના સર્વિસ પ્રોવાઈડર્સ હશે જે પબ્લીકને વાઈફાઈ હોટસ્પોટ ફ્રી કે પેડ મોડલ પર આપવા માગે છે. ટ્રાઈના ચેરમેનએ ‘પબ્લિક વાઈફાઈ ઓપન પાયલટ પ્રોજેક્ટ’ની રિપોર્ટ સંચાર મંત્રી મનોજ સિન્હાની સામે રજુ કરી છે. તેમણે આ પાયલટ પ્રોજેકટની સફળતા અંગે પણ અવગત કરાયા હતા. ટ્રાઈએ કહ્યું કે, પબ્લિક વાઈફાઈથી નાના સર્વિસ પ્રોવાઈડર્સ ચાની દુકાનો જેવા સ્થળો પર ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવશે.