મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અહીં આપને દુનિયાના એવા પાંચ અરબોપતિ જેમણે એવા પ્રોજેક્ટ્સમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે જે ખરેખર જાણીને આશ્ચર્ય થશે. અહીં આપને તેના વિશે જાણવાની ખરેખર મજા આવશે.

લગભગ 8,515 અરબ રૂપિયાના નિટવર્થ ધરાવતા દુનિયાના સૌથી રઈસ વ્યક્તિમાં એમેજોનના માલિક જેફ બેજોસ (તસવીરમાં ડાબેથી પ્રથમ) 500 ફૂટ ઊંચી ઘડિયાળ બનાવડાવી રહ્યા ચે. આ ઘડિયાળની સોયો આવતા 10,000 વર્ષ સુધી દર વર્ષે એક વાર આગળ વધશે. છે ને નવાઈની વાત...

નંબર બે પર છે લક્ષ્મી નિવાસ મિત્તલ (તસવીરમાં ડાબેથી બીજા), દુનિયાની દિગ્ગજ સ્ટીલ કંપનીઓમાં સામેલ આર્સેલર મિત્તલના સીઈઓ લક્ષ્મી નિવાસ મિત્તલએ વર્ષ 2012ના લંડનના ઓલિંપિક અને પૈરાલંપિક ગેમ્સની એક નિશાની અને વિરાસત અંતર્ગત આર્સેલર મિત્તલ ઑર્બિટ બનાવડાવ્યું છે. 265 ડબલ ડેકર બસો જેટલા સ્ટીલથી બને તે આ ઑર્બિટમાં 35,000 ખાલી બૉલ્ટ જ છે અને આ ક્વીન એલિઝાબેથ ઓલિંપિક પાર્ક લંડનનો 20 માઈલ દુરથી ભવ્ય નજારો દર્શાવે છે. આ ઑર્બિટ પાસે બ્રિટનની સૌથી મોટી મૂર્તિ હોવાની ઉપલબ્ધિ પણ છે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 204 કરોડ સુધીનો છે.

નંબર ત્રણ પર છે એલન મસ્ક (તસવીરમાં ડાબેથી ત્રીજા), ઈલેક્ટ્રિક વીહિકલ બનાવનાર અમેરિકી કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કના માટે અંતરિક્ષ યાત્રા એક જનુન છે. તેમણે અંતરિક્ષ યાત્રાનો ખર્ચો ઓછો કરવા અને મંગળ ગ્રહ પર કોલોની બનાવવાની સંભાવનાઓ વધારી દેવા માટે 2002માં સ્પેસXની શરૂઆત કરી હતી. 6 ફેબ્રુઆરીએ હેવી લિપ્ટ લોન્ચ વીહિકલ ફોલ્કન હેવીને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. તેમાં ટેસલાની એક રડસ્ટર કાર ડમી પણ સમાવિષ્ટ હતી. આ પ્રોજેક્ટનો ખર્ચ પણ 585 કરોડ રૂપિયા છે.

ચોથા નંબર પર છે કાર્લોસ સ્લિમ (તસવીરમાં ડાબેથી ચોથા), મોક્સિકોના કાર્લોસ સ્લિમએ મેક્સિકો સીટીને એક ગીફ્ટ તરીકે મ્યૂજિયો સૌમાયા આપ્યું ચે. આ મ્યૂજિયમનું નામ સ્લિમ અને તેની પત્ની સૌમાયા પર રાખવામાં આવ્યું છે. જેમનું મૃત્યુ 1999માં થયું હતું. મ્યૂજિયમને 28, માર્ચ 2011એ ખુલ્લુ મુકાયું હતું. જેમાં ઘણા દેશોના 66,000થી વધુ આર્ટ પીસ છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 455 કરોડ રૂપિયા છે.

નંબર પાંચ પર છે ઘણી લોકપ્રિયતા ધરાવતા જોર્જ પી. મિશેલ (તસવીરમાં ડાબેથી પાંચમા), અમેરિકામાં આ દિવંગત અરબપતિ ઓઈલ બિઝનેસમેનને તેમની સમાજસેવાને કારણે લોકો જાણે છે. તેમણે ઘણી મહત્વપૂર્ણ શેલ-ડ્રિલિંગ ટેકનીક્સ રજુ કરી છે. 2011માં તેમણે જોઈન્ટ મેગેલાન ટેલિસ્કોપ (જીએમટી) બનાવવા માટે 131 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. આ ટેલિસ્કોપ ચિલીના એટાકામા રણમાં તૈયાર કરાવાઈ રહ્યું છે અને તેને 2024 સુધી પુરુ કરી દેવાની આશા છે. આ દુનિયામાં સૌથી મોટું ઓપ્ટિકલ ઓબ્જરવેટરી હશે. તેની ક્ષમતા દુનિયામાં અત્યાર સુધી સૌથી મોટા સ્પેસ ટેલિસ્કોપ પૈકી એક હબલ સ્પેસ ટેલિસ્કોપથી 10 ગણું વધુ હશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજીત 65 અબજ રૂપિયા છે.