મેરાન્યૂઝ નેટવર્ક.મહીસાગરઃ મહીસાગર જીલ્લાના સંતરામપુર ના સંત પાર્ક જંગલમાં નાઈટ વિઝન કેમેરામાં કેદ થયેલા વાઘ નું પગેરું મેળવવા જીલ્લા વનવિભાગ તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથધરવાની સાથે જીલ્લાના જંગલ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે શુક્રવારે બપોરે શહેરા તાલુકાના બોરિયા-ગઢ ગામના જંગલ વિસ્તારમાં ચારો ચરવા ગયેલા બકરાઓ પર વાઘ ત્રાટકી ૪ બકરીઓનું મારણ કરી મિજબાની કરી જંગલમાં નાસી છૂટતા આજુબાજુના વિસ્તારો સહીત મહીસાગર જીલ્લાના પ્રજાજનો ભયથી થરથર થથરી ઉઠ્યા હતા.

ગઢ-બારિયાના જગલમાં બકરીઓ ચરાવવા ગયેલા ગોવાળે ના જણાવ્યા અનુસાર આજે બકારાઓને લઈને ચારો ગામ નજીક આવેલા જગલમાં ચરાવવા જતા અચાનક જંગલની જાળીઓ માંથી ૧ વાઘ અને ૨ વાઘના બચ્ચાઓ સાથે બકરીઓના ટોળા પર ત્રાટકી હુમલો કરતા હું જીવ બચાવવા નાસી છૂટ્યો હતો વાઘ અને તેના પરિવારે ૪ બકરાનું મારણ કર્યું હોવાનું જણાવ્યું હતું ગોવાળે ગ્રામજનો અને વનવિભાગને જાણ કરતા ઘટનાસ્થળે મોટીસંખ્યામાં ગ્રામજનો અને વનવિભાગ તંત્રની ટીમ પહોંચી તપાસ હાથધરી હતી 

મહીસાગર જીલ્લાના ડી.સી.એફ આર.એમ.પરમાર ના જણાવ્યા અનુસાર વાઘ જ્યાં પહેલી વાર શિક્ષકને જોવા મળ્યો હતો તે વિસ્તારમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ને સાવચેત રહેવા અને જંગલમાં ન જવા જણાવ્યું હતું શુક્રવારે બપોરે ગઢ-બોરિયાના જંગલમાં બકરીઓ ચરાવવા ગયેલા ગોવાળ ની બકરીઓ પર વાઘ ત્રાટકી ૪ બકરીઓનું મારણ કર્યું હોવાનું જણાવ્યું હતું જયારે વાઘ સાથે તેના બે બચ્ચા હોવાની વાત ને પુષ્ટિ આપવાનું ટાળ્યું હતું.