મેરાન્યૂઝ નેટવર્ક.તિરુવનંતપુરમઃ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની મોર્ફ કરેલી એક તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. જેને કારણે આ તસવીરને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી. મંગળવારે પોલીસે ત્રણ શખ્સોને આ ફોટો મોર્ફ કરવાના ગુનામાં ઝડપી પાડ્યા છે.

મોર્ફ તસવીરમાં મુખ્યમંત્રી કેરળનું પારંપારિક ભોજન ‘સધ્યા’ના પાછળ રાજ્યના ડીજીપી લોકનાથ બેહરા, આઈજી અને એડીજીપી ઊભા રહ્યા છે. જેમાં ખરેખરમાં આ તસવીર એક પોલીસ મથકે ઉદ્ઘાટન સમારંભમાં વિજયન આવેલા હતા. તસવીર સાછે છેડછાડ કરી એક નકલી તસવીર બાવવામાં આવી અને તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની શરૂ કરી દીધી હતી.

અસલી તસવીરમાં સીએમ ઉદ્ઘાટન બાદ ખુરશીમાં બેસીને એક ડાયરીની તપાસ કરી રહ્યા હતા. વિજયનની પાછળ પોલીસ અધિકારીઓ ઊભા હતા. આ બાબતમાં કેસ ફાઈલ કર્યા બાદ પોલીસે કહ્યું હતું કે તે તસવીર સાથે છેડછાડ કરનાર શખ્સ સામે કડક પગલા ભરશે અને મંગળવારે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જે ત્રણની ઓળખ વીએન મહોમ્મદ, કે મનિષ અને સાજીથ કુમાર હોવાનું બહાર આવ્યું છે.