મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ આજે રાજકોટ આવી પહોંચ્યો હતો. જ્યાં 15 દિવસ અગાઉ મોરબી ખાતે પાસની મિટિંગમાં જતા અકસ્માતનો ભોગ બનેલા રાજ સંઘાણીની શહેરના રૈયારોડ ખાતેની સાલસ હોસ્પિટલ ખાતે હાર્દિકે ખાસ મુલાકાત લીધી હતી. આ તકે હાર્દિકે મુખ્યમંત્રી રૂપાણી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી જેમને પરપ્રાંતીય કહે છે તેને હું હિન્દુસ્તાની કહું છું.

વધુમાં હાર્દિકે જણાવ્યું હતું કે, અનામતના મુદ્દે 5-5 વર્ષે કોઈ નિર્ણય ન લઈ શકનાર રાજ્ય સરકાર આ મુદ્દે શુ કરી શકશે ? આ અંગે તેજસ્વી યાદવ સાથે વાત થઈ હતી. અને તેમણે પણ જરૂરી મદદ કરવાની ખાતરી આપી છે. જો કે નીતીશકુમાર સાથે કોઈ વાત થઈ શકી ન હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમજ આ મામલે તમામ હિન્દુસ્તાની (પરપ્રાંતીયો)ને પાસ દ્વારા જરૂરી હોય તેવી તમામ મદદ કરવાની ખાતરી પણ હાર્દિકે આપી હતી. ત્યારબાદ હાર્દિક આટકોટ જવા રવાના થયો હતો.