મેરાન્યૂઝ (હેલ્થ): આપણી જીંદગીમાં ભાગદોડ ઘણી વધી ગઈ છે આપણે યા તો વિતેલા સમયમાં રહીએ છીએ યા ભવિષ્યમાં પરંતુ એક્સર્સાઈઝ આપણને આપણા વર્તમાનને જીવવાનો અનુભવ કરાવતી હોય છે. લોકો વજન ઘટાડવા શું શું નથી કરતા. શરીર સુંદર દેખાય અને સ્વસ્થ રહેવાય તેવું કોણ નથી ઈચ્છતું.

જો રોજ દિવસમાં 5 મિનિટનું ડીપ બ્રીદીંગ એક્સર્સાઈઝ કરવામાં આવે તો શરીર ચૂસ્ત રહે છે. તેનાથી શરીરને ફીટ રાખવા સાથે જ બીમારીઓથી પણ બચી શકાય છે. મન પણ શાંત રહે છે અને મગજને આરામ મળે છે ઉપરાંત ઘણી અન્ય સમસ્યાઓથી પણ રાહત મળે છે. જે અંતર્ગત અહીં કેટલીક કસરતો દર્શાવાઈ છે.

કપાલભાતિ પ્રાણાયમમાં સિદ્ધાસન, વજ્રાસન અને પદ્માસનમાં બેસવામાં આવે છે. તેમાં શ્વાસ બહાર છોડવાની પ્રક્રિયા હોય છે. બીજી એક્સર્સાઈઝ છે અનુલોભ વિલોમ, સવારે સવારે ફ્રેશ હવામાં બેસીને આ યોગ કરવો ખુબ અસર કારક છે. આ પ્રાણાયમમાં શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયાને વારંવાર કરવામાં આવે છે જેનાથી શરીરની નાડીઓ સ્વસ્થ રહે છે.

ત્રીજી કસરત છે ભસ્ત્રિકા પ્રાણાયમ, તેમાં પદ્માસનમાં બેસીને બંને હાથથી ઘુંટણોને દબાવી રખાય છે જેનાથી શરીર એક દમ સીધું બની રહે છે. શ્વાસ છોડતા સમયે ઝટકા સાથે નાભી પર થોડો દબાવ પડે છે. થાક લાગવા સુધી આ પ્રાણાયમને કરતું રહેવું જોઈએ. ચોથી એક્સર્સાઈઝ છે સૂર્ય નમસ્કાર, તેનાથી શરીરના તમામ હિસ્સાઓની કસરત થઈ જાય છે. તેને તેના કારણે પૂર્ણ વ્યાયામ પણ કહેવાય છે. સૂર્ય ઉગતા સાથે જ તેની તરફ ચહેરો કરીને સૂર્ય નમસ્કાર કરવાથી લાભ થાય છે. ઉર્જા સાથે જ સાથે વિટામિન ડી પણ મળે છે. આ કસરતોથી પેટની ફાંદ ઘટે છે અને આ કસરતો ઘણી અસરકારક પણ છે.