મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પોલીસ  સ્ટેશનમાં આવતા લોકો સાથે પોલીસ સૌજન્યપૂર્વક વાત કરે તેવી તાલીમ નાના પોલીસ અધિકારીઓને આપવામાં આવે છે પરંતુ એક વખત આઇપીએસ અધિકારી થઈ ગયા પછી તે પોતાના પિતાની ઉંમરના પોલીસને પણ તુકારે જ વાત કરે છે, પોલીસ સાથે આ પ્રકારનો વ્યવહાર કરતા પોલીસ અધિકારીઓ સામે કોઈ મહિલા હોય તો પણ તેમનું પણ સૌજન્ય જાળવતા નથી. આવી જ સંદેશ ટીવીની મહિલા પત્રકાર દેવાંશી જોશી સાથે કરમસદ ઘટના ઘટી હતી. આણંદના એસપી મકરંદ ચૌહાણે દેવાંશીને હડસેલો મારી તેની સાથે દૂરવ્યવહાર કર્યો હોવાનો આરોપ છે.

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કરમસદની મુલાકાતે આવ્યા હતા  ચૌહાણ સરદાર પટેલના ઘરની મુલાકાત લેવાના હતા આ ઘટનાનું કવરેજ કરવા સંદેશના પત્રકાર દેવાંશી જોશી કવરેજ કરવા માટે અમદાવાદથી કરમસદ પહોંચ્યા હતા. દેવાંશી ત્યાં જતા પહેલા શિવરાજસિંહના સચિવ સાથે પણ વાત કરી લીધી હતી. બપોરના બે વાગ્યાના સુમારે શિવરાજસિંહ ભાજપના નેતાઓ સાથે આવી પહોંચ્યા ત્યારે દેવાંશી અને શિવરાજસિંહ વચ્ચે સંવાદ પણ થયો હતો. ત્યાર બાદ શિવરાજસિંહ સરદારનું ઘર જોવા માટે અંદર દાખલ થયા હતા.

શિવરાજસિંહની પાછળ ચાલી રહેલી પત્રકાર દેવાંશીને એકદમ એસપી મકરંદ ચૌહાણે દેવાંશીને અટકાવી હડસેલો મારતા કહ્યું તું અંદર કેવી રીતે આવી ગઈ, આમ ચૌહાણે દેવાંશી સાથે દૂરવ્યવહાર કરવાની શરૂઆત કરી હતી, દેવાંશીએ પોતાનો પત્રકાર તરીકે પરિચય આપ્યો છતાં એસપીના વ્યવહારમાં ફરક આવ્યો નહીં દેવાંશી સતત ચૌહાણને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી.

પણ એસપી ચૌહાણનો દુરવ્યવહાર ચાલુ રહ્યો હતો, દરમિયાન એસપી ચૌહાણે ડીવાયએસપી કોમલ પટેલને બોલાવી  દેવાંશીને બહાર લઈ જવા આદેશ આપ્યો હતો. એટલે દેવાંશીને ધક્કો મારી બહાર કાઢી મુકવામાં આવી હતી. આમ એક મહિલા પત્રકાર સાથે આ પ્રકારનો વ્યવહાર કરતી પોલીસ સામાન્ય માણસ સાથે શું કરતી હશે તેની કલ્પના જ કરવી રહી.