નવી દિલ્હી: ભારતના સૌથી વધુ રાજકીય વગ ધરાવતા અત્યંત શ્રીમંત બિઝનેસ લીડર પર ધ્યાન કેન્દ્રિત કરતાં જેમ્સ ક્રેબટ્રીના પુસ્તક ‘ધ બિલિયોનેર રાજ’ના કેટલાક અંશો અહી રજૂ કરવામાં આવ્યા છે. તેમાં નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીની પરસ્પર પર નભતી કારકિર્દીનો અંદાજ આપવામાં આવ્યો છે.

વૈશ્વિકરણના વર્તમાન સમયમાં ભારતના શરૂ થયેલા નવા યુગમાં તમે કદાચ ઘણાં સ્થળોની મુલાકાત લીધી હશે ત્યાં તમને બહુ જ મોટા પરિવર્તન આવી ગયેલા જોવા મળશે. આ સ્થળોમાં બેંગાલુરુના સોફ્ટવેર પાર્કનો પણ સમાવેશ થાય છે. આ સ્થળે જ વિજય માલ્યાએ તેમના બિઝનેશને વિકસાવ્યો હતો. તેવી જ રીતે મુંબઈના શેરબજારની કે બેન્કોની તમે મુલાકાત લો તો તેમને ત્યાં પણ આ પ્રકારના જ ફેરફાર આવી ગયેલા જોવા મળશે. પરંતુ ગુજરાતની કોસ્ટલાઈનમાં ખૂબ જ ધ્યાન ખેંચતો જે ફેરફાર આવ્યો હોવાનું દર્શાવવામાં આવે છે તેવો ફેરફાર બીજે ક્યાંય જોવા મળતું નથી. પશ્ચિમના તટવર્તીય વિસ્તારોમાં જોવા મળતા ફેરફારોની તુલનાએ ગુજરાતના તટવર્તીય વિસ્તારમાં જોવા મળેલો ફેરફાર આંખે ઊડીને વળગે તેવો છે. તેની એક તરફ પાકિસ્તાનની સીમા અડીને આવેલી છે. પર્શિયન ગલ્ફની તે નિકટ આવેલો છે. વેપારીઓ માટે તેમના જહાજ લાંગરવા માટેનો અને સ્થળાંતર કરનારાઓ માટેનો કુદરતી વિસ્તાર છે. સાતમી સદીના આરંભમાં જરથ્રુસ્ટ નિરાશ્રિતો ઇરાનથી આ જ વિસ્તારમાં આવ્યા હતા. આ જરથ્રુસ્ટ નિરાશ્રિતોની કોમ એટલે પારસી જનસમુદાય. ભારતમાં વ્યાપાર ક્ષેત્રમાં સૌથી વધુ સફળતા મેળવનારી આ એક લઘુમતી કોમ છે. 1608ની સાલમાં સુરતના દક્ષિણના તટવર્તી વિસ્તારમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેની તેની પહેલી ફેક્ટરીની સ્થાપના કરી હતી. આ ફેક્ટરી અને તેની સાથેના ગોદામોમાં સિલ્ક, ગળી, પોટેશિયન નાઈટ્રેટનો મોટો જથ્થો સંગ્રહી રાખવામાં આવ્યો હતો. આ બધો જ જથ્થો બ્રિટન લઈ જવા માટે તૈયાર રાખવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વધુ આધુનિક ફેક્ટરીઓ આવી હતી. તેથી આ શહેર એક ધબકતું શહેર બની ગયું હતું. આજે આ શહેરમાં વિદેશથી કાચા હીરાની આયાત કરવામાં આવી રહી છે. આ હીરાઓ પર પાંસા પાડીને ફરીથી તેની નિકાસ કરવામાં આવી રહી છે. વિશ્વના મોટાભાગના કાચા હીરાઓ ઘસાવવા માટે સુરત શહેરમાં લાવવામાં આવે છે. દરમિયાન તેની આસપાસના વિસ્તારો ફરી એકવાર વૈશ્વિક વેપાર માટે ભારતનો ગેટવે બની ગયા છે. આ વિસ્તારમાં એકથી એક ચઢિયાતા બિઝનેસ ટાયકૂન (વેપાર ક્ષેત્રના મહારથીઓ) સ્થાયી થયેલા છે.

કચ્છના અખાતના જળની સપાટી પર જામનગર ખાતે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પેટ્રોકેમિકલ્સના રિફાઇનિંગનો જંગી પ્લાન્ટ નાખ્યો છે. આ પ્લાન્ટના કેટલાક પાસાઓ જોવામાં આવે તો તેની દ્રષ્ટિએ તે વિશ્વનો આ પ્રકારનો મોટામાં મોટો પ્લાન્ટ છે. તેની બાજુમાં જ બીજી એક મોટી રિફાઈનરી આવેલી છે. એસ્સાર જૂથના અબજોપતિ રૂઈયા બંધુઓએ આ રિફાઈનરી બાંધી છે. બિઝનેસના ક્ષેત્રમાં બીજું એક મોટો વંશ જિન્દાલનો છે. તેઓ પણ આ રિફાઈનરીની દક્ષિણે પાવર પ્લાન્ટ ચલાવી રહ્યા છે. તદુપરાંત આ વિસ્તારમાં તેમની સ્ટીલ મિલ પણ છે. ગુજરાતનો દરિયા કાંઠો કન્ટેઈનર શીપ, ઓઈલ ટેન્કર અને લિક્વિફાઈડ નેચરલ ગેસના કેરિયર્સને આવકારવા માટેની તમામ સુવિધાઓ સાથે સજ્જ છે. તેમનાથીય આગળ વધીને રાજ્યના વેપારના ક્ષેત્રમાં કોઈ આગળ આવ્યું હોય તો તે માનવ છે ગૌતમ અદાણી. ભારતની નવી પેઢીના બિઝનેસ ટાયકૂનમાં ગૌતમ અદાણી સૌથી વધુ આક્રમક બિઝનેસ ટાયકૂન છે. 

2013ની સાલના મધ્યમાં અદાણીના પ્રાઈવેટ જેટમાં વૈભવી આરામદાયક બેઠક પર મેં જમાવટ કરી. અમે મુન્દ્રાની મુલાકાત લેવા માટે તૈયાર હતા. ગુજરાતની વેપારની રાજધાની અમદાવાદથી પશ્ચિમ દિશામાં અંદાજે 350 કિલોમીટર દૂર આવેલા એક અલગથી ઊભા કરાયેલા કોસ્ટલ ટાઉન મુન્દ્રા જવા અમે તૈયાર હતા. મુન્દ્રા પાર્ટથી પહેલા આવેલી પોર્ટની આસપાસના વિસ્તારોની જમીન ઝાડીઝાંખરાઓથી છવાયેલી હતી. આ તબક્કે મહાત્વાકાંક્ષી બિઝનેસમેને તેમનો હાથ આ જમીન પર મૂક્યો હતો. અન્ય કરતાં તેમણે દસ વરસ વહેલી એન્ટ્રી આ વિસ્તારમાં લીધી હતી. આજે મુન્દ્રા તેમના બિઝનેસ ઓપરેશન્સનો એક શિરમોર સમો વિસ્તાર ગણાય છે. મુન્દ્રાના આ વિસ્તારમાં પ્રાઈવેટ પોર્ટ બનાવવા ઉપરાંત તેમણે કોલસાથી ચાલતો પાવર પ્લાન્ટ પણ ચાલુ કર્યો હતો. તેની સાથેસાથે જ 30 ચોરસ માઈલમાં પથરાયેલો વિરાટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઊભો કરવામાં આવ્યો હતો. આ પોર્ટ સુધી ભૂમિ માર્ગે પહોંચવા માટે આઠ કલાક સુધી ઊબડખાબડ રસ્તાઓ પરથી અથડાતા કૂટાતા અમારે પસાર થવું પડ્યું હતું, એમ તેમના પાઈલોટે મને જણાવ્યું હતું. પરંતુ તેમના વૈભવી ખાનગી જેટમાં અમે એક કલાકથી ઓછા સમયમાં ત્યાં પહોંચી ગયા હતા. 

ગૌતમ અદાણી પોતે પણ એક નાનકડા પરિવારમાંથી જ ઉપર આવ્યા છે. ટેક્સટાઈલના વેપાર સાથે સંકળાયેલા મધ્યમ વર્ગના પરિવારમાં ઉછરેલા ગૌતમ અદાણીએ કોલેજમાંથી અભ્યાસ અડધો મૂકી દેવો પડ્યો હતો. ગૌતમ અદાણીએ તેમની કારકિર્દીનો આરંભ મુંબઈના ડાયમંડ માર્કેટથી થયો હતો. ગુજરાતમાં તેમના ભાઈની નાનકડી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરવા માટે તેઓ ગુજરાત પાછા ફર્યા હતા. ત્યારબાદ ગૌતમ અદાણીએ પોતે જ પોતાનો કોમોડિટી ટ્રેડિંગનો બિઝનેસ ચાલુ કર્યો હતો. ત્યારબાદ અકલ્પનીય ઝડપથી તેઓ તેમના બિઝનેસનું જુદા જુદા ક્ષેત્રમાં વિસ્તરણ કરતાં રહ્યા હતા. ત્યારબાદ તેમણે એક પછી એક પોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, માઈનિંગ અને પ્રોપર્ટીના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. બિઝનેસના આરંભમાં ગૌતમ અદાણીને એક નાની માછલી ગણવામાં આવતા હતા. ગુજરાતની બહાર તેમને ખાસ કોઈ જાણતું પણ નહોતું. તેમણે એક પછી એક નવા ધિરાણો મેળવીને તેમના બિઝનેસના સામ્રાજ્યને બહુ જ વ્યાપક ફલક પર લઈ જઈને વિજય માલ્યા જેવા બિઝનેસમેનને પણ પાછળ પાડી દીધો હતો. દસ વર્ષના ટૂંકા ગાળામાં જ આપબળે આગળ આવેલા ઉદ્યોગપતિ છે ગૌતમ અદાણી.

અદાણીએ જે રીતે તેના સામ્રાજ્યનો વ્યાપ વધાર્યો હતો તેની ઝડપ અને વ્યાપની તુલના અગાઉના યુગના ઔદ્યોગિક જાયન્ટ્સની સાથે સરખાવી શકાય તેવી છે. ભારતની નબળી માળખાકીય સુવિધા પર મદાર બાંધવાને અસમર્થ અદાણીએ તેમની પોતાની ખાનગી રેલવે તૈયાર કરી હતી. તેમ જ પોતાની અલગ પાવરલાઈન પણ નાખી હતી. પાવર પ્લાન્ટ માટે સ્થાનિક સ્તરેથી આસાનીથી કોલસો મળી શકે તેમ ન હોવાથી ગૌતમ અદાણીએ ઇન્ડોનેશિયાલ અને ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો ખરીદી લીધી હતી. આ બંને દેશમાંથી કોલસો તેમના પોર્ટ મારફતે ભારતમાં લાવ્યા હતા. આ રીતે તેમના ધંધાનો વિકાસ સાધવાના પ્રયાસોમાં તેમણે વૈશ્વિક સ્તરની સર્વગ્રાહી સપ્લાય ચેઈન ડેવલપ કરી હતી. તેમની આ પ્રવૃત્તિએ બ્રાઝિલમાં રબર પ્લાન્ટેશન કરનારા હેનરી ફોર્ડની યાદ અપાવે તેવી હતી. હેનરી ફોર્ડે તેમની કાર કંપનીને સપ્લાય કરી શકાય તે માટે રબરના છોડવા ઉછેરવાનો વ્યવસાય કર્યો હતો, એમ ન્યુયોર્ક ટાઈમ્સે જણાવ્યું હતું. આ બાબતને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવે તો ગૌતમ અદાણીએ કરેલું વિસ્તરણ ભારતના પોતાના થયેલા વિસ્તરણ જેવું જ હતું.  

2000ના દાયકામાં ભારત દેશો તેનો ક્યારેય ન જોયો હોય તેવો ઝડપી વિકાસ જોયો હતો. આ જ ગાળામાં ગૌતમ અદાણીએ પણ એક પછી એક નવા ક્ષેત્રમાં જંગી પ્રમાણમાં મૂડીરોકાણ કર્યું હતું. 2002ની સાલમાં અદાણી એન્ટર પ્રાઈસના નામથી તેમની મુખ્ય હોલ્ડિંગ કંપનીનું કદ માત્ર 70 કરોડ ડોલરનું જ હતું. તેના એક દસકા બાદ તેમણે એવો દાવો કર્યો હતો કે તેમણે 20 અબજ ડોલરની અસ્ક્યામતો ઊભી કરી લીધી છે. તેમની કંપનીઓના મૂલ્યમાં સો ગણાથી વધુનો વધારો થઈ ગયો હતો. 2014માં ભારતની ચૂંટણી આવી ત્યાં સુધીમાં તો ફોર્બ્સે ફોર્ચુનમાં ગૌતમ અદાણીની કંપનીને સાત અબજ ડોલરની કંપની તરીકે સ્થાન આપ્યું હતું.

આ બધાંથી ઉપર ઊઠીને વાત કરવામાં આવે તો ગૌતમ અદાણીની વિવાદાસ્પદ પ્રતિષ્ઠાનો આધાર આખરી પરિબળ પર હતો. આ પરિબળ હતું નરેન્દ્ર મોદી સાથેના તેમના મૈત્રીપૂર્ણ સંબંધનું.  આ નરેન્દ્ર મોદી  એક સમયે ભારતના વડા પ્રધાન બનશે. ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકેનો હોદ્દો 2001ની સાલમાં નરેન્દ્ર મોદીએ અખત્યાર કર્યો ત્યારથી અદાણીનો બિઝનેસ કૂદકે ને ભૂસકે આગળ વધવા માંડ્યો હતો. નરેન્દ્ર મોદીના શાસન કાળમાં જ ગુજરાતનો વિકાસ વાઈબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ હબ - ધમધમતા ઔદ્યોગક વિસ્તાર તરીકે થયો છે. આ ગાળમાં એક્સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને મેન્યુફેક્ચરિંગ કરવા પર જ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તબક્કે ગુજરાતની સરખામણી પર્લ રિવર ડેલ્ટા સાથે પણ થવા માંડી હતી. પર્લ રિવર ડેલ્ટા એ હોન્ગકોન્ગની આસપાસ આવેલો વિસ્તાર છે. તેણે ચીનનું વિશ્વના બજારમાં ટ્રેડિંગ કરતાં કદાવર દેશ તરીકે ચીનનું રૂપાંતર કરવામાં મોટો ફાળો આપ્યો હતો.

બે વ્યક્તિઓને કેરિયર પરસ્પર પર નિર્ભર છે. મોદીની બિઝનેસ તરફી નીતિઓએ અદાણીને બિઝનેસના ક્ષેત્રમાં જંગી વિસ્તરણ કરવાની તક પૂરી પાડી છે. દરમિયાન મોદીના ગુજરાત મોડેલ તરીકે જે મોટા પ્રોજેક્ટને સિમ્બોલાઈઝ કરવામાં આવ્યા હતા. આ મોડેલમાંથી ઘણાં અદાણીએ તૈયાર કરેલા હતા.  નરેન્દ્ર મોદીએ માળખાકીય સુવિધા ઊભી કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે વિદેશી મૂડી આકર્ષવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તદુપરાંત બંને વચ્ચેની માનસિકતામાં પણ એકાત્મતા પણ સારી છે. બંને આપબળે આગળ આવેલા છે. બંનેનું શિક્ષણ પ્રમાણમાં ઓછું છે. બંનેનો ટેસ્ટ તો ટ્રેડિશનલ જ છે. તેઓ તેમની પ્રાઈવસીની અત્યંત ગુપ્ત રાખવાનું પસંદ કરી રહ્યા છે. બહારની કોઈપણ વ્યક્તિઓ પર બંને બહુ વિશ્વાસ મૂકતા નથી. બંને અચકાઈ અચકાઈને અંગ્રેજી બોલે છે. બંને મિડિયાના પ્રતિનિધિઓ સાથે વાત કરવાનું ટાળે છે. બીજી તરફ મુકેશ અંબાણી જેવા બીજા ઉદ્યોગપતિઓ મુંબઈમાં સેટલ થયેલા છે. અદાણીએ અમદાવાદમા જ રહેવાનું પસંદ કર્યું છે. તેઓ ગુજરાતના સૌથી વધુ ધ્યાન ખેંચનારા ઉદ્યોગપતિ તરીકેનું સ્થાન ધરાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચે બહુ સારુ બને છે. અદાણી વફાદાર પણ એટલા જ છે. તેમણે 2002માં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયા તે પછી નરેન્દ્ર મોદીનો ખાસ્સો બચાવ કર્યો હતો. આ તબક્કે જાહેરમાં મોદીની આકરામાં આકરી ટીકા થતી હતી.

(આ આર્ટિકલ thewire માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખમાં વ્યક્ત કરાયેલ મંતવ્ય લેખકના અંગત મત છે.)